Maheshgiri Bapu slams Gopal Italia: મહેશગિરિ બાપુનો હુંકાર: “ગોપાલ ઈટાલિયાને ગામમાં ઘૂસવા ન દેશો!”
Maheshgiri Bapu slams Gopal Italia: જુનાગઢના ભૂતનાથ મંદિરના મહંત મહેશગિરિ બાપુએ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ મંચ પરથી તીખા શબ્દોમાં આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે જાહેરમાં ધર્મપ્રેમી લોકોને હાકલ કરી છે કે, “જે ગામોમાં ધાર્મિક સંસ્કૃતિ જીવંત છે, ત્યાં ઈટાલિયા જેવા લોકોનો પ્રવેશ નહીં થવો જોઈએ.”
“કેજરીવાલ મંદિર જાય છે, તો ઈટાલિયા કેમ ધર્મને લાજવે?”
મહેશગિરિ બાપુએ આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા અરવિંદ કેજરીવાલનો ઉલ્લેખ કરતાં પ્રશ્ન ઉઠાવ્યો કે, “જ્યારે કેજરીવાલ મંદિરોમાં જઈને દર્શન કરે છે, ત્યારે તેમનો જ પાર્ટી નેતા ગોપાલ ઈટાલિયા કેમ વારંવાર હિંદુ ધર્મ અને પરંપરાઓ સામે વિવાદિત નિવેદનો કરે છે?”

ધાર્મિક લાગણીઓનો અવમાન: ઈટાલિયાના જૂના વીડિયો સામે આવ્યા
મહેશગિરિ બાપુએ કહ્યું કે, ઈટાલિયાના અનેક એવા જુના વીડિયો હાલ ફરી વાઈરલ થઈ રહ્યા છે જેમાં તેણે ધાર્મિક મજાક કરી છે, અને સાધુ-સંતો અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરી છે. બાપુએ આ તમામ વિડીયો કલિપ્સને “ધર્મના નામે ધતિંગ” ગણાવ્યા છે.
કથાકારો, સંતો અને પૂજારીઓને બહિષ્કાર માટે બાપુની અપીલ
મહંત બાપુએ સનાતન ધર્મના તમામ ઉપાસકો — કથાકારો, ડાયરાના કલાકારો, પૂજારીઓ અને સાધુઓને હાકલ કરી છે કે તેઓ ગોપાલ ઈટાલિયાની જાહેર કાર્યક્રમોમાં હાજરી ન આપે અને તેને પોતાના વિસ્તારમાં પ્રવેશ ન આપવા માટે સામૂહિક નિર્ણય લે.

AAP નેતાઓના ભ્રષ્ટાચાર પર પણ આક્ષેપ
મહેશગિરિ બાપુએ માત્ર ધર્મ વિરોધી નિવેદનો જ નહીં, પરંતુ આમ આદમી પાર્ટીના કેટલાક મંત્રીઓ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોની પણ નોંધ લીધી હતી. તેમણે કહ્યું કે, “જે લોકો ધર્મનો અપમાન કરે અને ભ્રષ્ટાચારમાં લિપ્ત હોય, તેવા નેતાઓનો જનતાએ તિરસ્કાર કરવો જોઈએ.”
જૂનાગઢમાં ગોપાલ ઈટાલિયા સામે ઊભી થયેલી ધાર્મિક નારાજગી હવે રાજકીય અખાડામાં જોર પકડતી દેખાઈ રહી છે. મહેશગિરિ બાપુના નિવેદન બાદ હવે જોવું રહ્યું કે AAP નેતૃત્વ તેનો શું પ્રતિસાદ આપે છે.



