14.5 C
London
Thursday, May 22, 2025

PACS કમ્પ્યુટરાઇઝેશનથી સહકાર ક્ષેત્રે આવશે ડિજિટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે ₹4 લાખની નાણાંકીય સહાય

PACS કમ્પ્યુટરાઇઝેશન યોજના દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ‘સહકારથી સમૃદ્ધિ’ વિઝન થઈ રહ્યું છે સાકાર

પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS)ના કમ્પ્યુટરાઇઝેશનથી સહકાર ક્ષેત્રે આવશે ડિજિટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે ₹4 લાખની નાણાંકીય સહાય

ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 5,754 PACS કમ્પ્યુટરાઇઝેશન હેઠળ, 2,900થી વધુ ટૂંક સમયમાં થશે લાઇવ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકારે વિવિધ સહકારી પહેલો દ્વારા ગ્રામીણ વિકાસને વેગ આપવા માટે સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ સહકાર વિભાગનો મુખ્ય ઉદ્દેશ દેશમાં સહકારી પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવી, દરેક ગામ સુધી આ પ્રવૃત્તિઓનો વિસ્તાર કરવો તથા સહકાર આધારિત ઇકોનોમીનું એક એવું મોડલ તૈયાર કરવાનો છે, જેમાં સહકારી સંસ્થાનો દરેક સભ્ય જવાબદારીની ભાવના સાથે સક્રિયપણે યોગદાન આપે. આ ઉદ્દેશને ચરિતાર્થ કરવા માટે કેન્દ્ર સરકારની PACS કમ્પ્યુટરાઇઝેશન યોજના મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

PACS કમ્પ્યુટરાઇઝેશન યોજના: ગ્રામીણ સહકારી મંડળીઓનું ડિજિટલ પરિવર્તન
સહકાર મંત્રાલયે તમામ પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓ (PACS)ને એક યુનિફાઇડ એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (ERP) પ્લેટફૉર્મ પર એકીકૃત કરવા માટે PACS કમ્પ્યુટરાઇઝેશન યોજના અમલમાં મૂકી છે. આ પહેલ પેક્સને રાજ્ય સહકારી બૅન્કો (StCBs) અને જિલ્લા કેન્દ્રીય સહકારી બૅન્કો (DCCBs)ના માધ્યમથી રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બૅન્ક (NABARD) સાથે જોડે છે.

અગ્રેસર ગુજરાત: 5,754 પેક્સનું કમ્પ્યુટરાઇઝેશન ટૂંક સમયમાં થશે પૂર્ણ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત પ્રતિબદ્ધ છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ 2023-24થી રાજ્યમાં PACS કમ્પ્યુટરાઇઝેશન યોજના અમલમાં મૂકવામાં આવી છે. હાલમાં આ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં રાજ્યની 5,754 પેક્સમાં કમ્પ્યુટરાઇઝેશનની પ્રક્રિયા ચાલી રહી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થવાની શક્યતા છે. આગામી સમયમાં રાજ્યની તમામ પેક્સને સંપૂર્ણપણે કમ્પ્યુટરાઇઝ કરવામાં આવશે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાણાંકીય સહાય
પેક્સ કમ્પ્યુટરાઇઝેશન યોજના અંતર્ગત પેક્સને જરૂરી તમામ હાર્ડવેર જેમકે, ડેસ્કટોપ, મલ્ટી-ફંક્શન પ્રિન્ટર્સ (MFPs), ભૌતિક VPN ઉપકરણો, બાયોમેટ્રિક સ્કેનર્સ, વેબ કૅમેરા, UPS સિસ્ટમ્સ અને જરૂરી સોફ્ટવેરથી સજ્જ કરવામાં આવી છે. આ ઉપરાંત, PACSના તમામ ડેટાનું ડિજિટલાઇઝેશન કરવામાં આવશે અને એક વ્યાપક સપોર્ટ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. આ માટે દરેક PACSને આશરે ₹4 લાખની નાણાંકીય સહાય આપવામાં આવી રહી છે. અત્યારસુધીમાં તમામ PACSને હાર્ડવેરનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાંથી 2900થી વધુ પેક્સ ટૂંક સમયમાં લાઇવ થશે. આગામી છ મહિનામાં, તમામ પેક્સ ઈ-પેક્સ તરીકે કાર્યરત થઈ જશે.

પેક્સ કમ્પ્યુટરાઇઝેશન યોજનાથી અનેક ફાયદા થશે
પેક્સ કમ્પ્યુટરાઇઝેશનના ફાયદા એ છે કે, તે પેક્સની કામગીરીની ઝડપ, પારદર્શિતા અને જવાબદારી વધારશે તેમજ પેક્સ સ્તરે સભ્યોને આપવામાં આવતી ક્રેડિટ અને નોન-ક્રેડિટ સેવાઓમાં સુધારો કરશે. આ ઉપરાંત, e-PACS દ્વારા નાણાંકીય અનિયમિતતાઓને સમયસર અટકાવી શકાશે, પેક્સ સ્ટાફની કાર્યક્ષમતામાં વધારો થશે, સભ્યો માટે નાણાંકીય સમાવેશ અને વ્યવસાયની તકોનો વ્યાપ વધશે તથા આંગળીના એક જ ટેરવે તમામ માહિતી ઉપલબ્ધ થઈ શકશે.

Hot this week

Additional Principal Secretary: અવંતિકા સિંહ અને વિક્રાંત પાંડેની ગુજરાત CMની ટીમમાં નવી નિમણૂક

Additional Principal Secretary: અવંતિકા સિંહ અને વિક્રાંત પાંડેની ગુજરાત...

Junagadh Municipal Corporation: મનમેળે ભરતી? જૂનાગઢ પાલિકામાં લાયકાત વિના કર્મચારીઓ બેઠા મોટા હોદ્દા પર

Junagadh Municipal Corporation: મનમેળે ભરતી? જૂનાગઢ પાલિકામાં લાયકાત વિના...

Manrega Scam Gujarat: મનરેગા કૌભાંડ મામલે બચુ ખાબડનું નિવેદન – ‘અમારું કામ માત્ર સપ્લાયનું’

Manrega Scam Gujarat: મનરેગા કૌભાંડ મામલે બચુ ખાબડનું નિવેદન...

Topics

Additional Principal Secretary: અવંતિકા સિંહ અને વિક્રાંત પાંડેની ગુજરાત CMની ટીમમાં નવી નિમણૂક

Additional Principal Secretary: અવંતિકા સિંહ અને વિક્રાંત પાંડેની ગુજરાત...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img