Surat upgraded speed gun : સુરત: સ્પીડ ગનની નવી ટેકનોલોજીથી ઓવરસ્પીડ પર તરત ફટકાર, ઈ-મેમો મળશે મોબાઈલ પર
Surat upgraded speed gun : સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોએ નિયમોનું પાલન કરાવા માટે નવી ઉપાયની શરૂઆત કરી છે. હવે અપગ્રેડ કરેલી 31 સ્પીડ ગન વન નેશન વન ઈ-ચલણ સાથે સંકળાયેલી છે, જે ઓવર સ્પીડ કરતા વાહન ચાલકને મિનિટોમાં જ મોબાઇલ પર દંડની સૂચના મોકલશે.
મોટર વ્હીકલ એક્ટના નિયમો પ્રમાણે શહેરમાં વાહનો માટે સ્પીડ મર્યાદા રાખવામાં આવી છે, પરંતુ સતત નિયમ તોડવા પર આ નવું સાધન પોલીસને વધુ અસરકારક બનાવશે. આ સ્પીડ ગનથી રાજ્યની કોઈપણ જગ્યાનો વાહન માલિક ઓવર સ્પીડમાં ઝડપાય તો તેનો દંડ અને મેસેજ તરત મોબાઇલમાં પહોંચશે.

ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ.એ સાથે મળીને હેલ્મેટ ન પહેરનારા, મોબાઈલ પર વાત કરતા વાહન ચાલકો વિરુદ્ધ દંડ તેમજ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી વધુ જોરદાર બનાવેલી છે. વર્ષ 2023 અને 2024માં હજારો લાયસન્સ સસ્પેન્ડ થયા હતા અને આ વર્ષે પણ તે પ્રક્રિયા ચાલુ છે.

સુરતના ચાર વિસ્તારોએ છેલ્લા દોઢ મહિનામાં 45 હજારથી વધુ હેલ્મેટ વિના વાહનચાલકોને દંડ્યો છે, અને મોબાઈલ ફોન પર વાત કરતા 669 વાહનચાલકો સામે પણ કાર્યવાહી થઇ છે. તેમજ, રોંગ સાઇડ, પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ, અને રિક્ષા ડ્રાઈવરોમાં લાઉડ સ્પીકરો લગાવનારા વિરુદ્ધ પણ કાર્યવાહી ચાલી રહી છે.



