TB cases Banaskantha district: બનાસકાંઠાના 186 ગામડાઓમાં ટીબીનો પ્રકોપ: 478 પોઝિટિવ કેસો સાથે ચેતવણી
TB cases Banaskantha district: બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકાના 186 ગામડાઓમાં ટ્યુબરક્યુલોસિસ (ટીબી)ના દર્દીઓમાં વધારો નોંધાયો છે. આ વિસ્તારમાં આરોગ્ય વિભાગે છેલ્લા એક વર્ષમાં 478 પોઝિટિવ કેસોની નોંધ લીધી છે, જે ગંભીર ચેતવણીરૂપ છે.
આ પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા 18,000 લોકોના મોનિટરિંગ માટે આરોગ્ય વિભાગે ખાસ કાર્યવાહી શરૂ કરી છે. 800થી વધુ શંકાસ્પદ દર્દીઓને એક્સરે કરીને તપાસ કરવામાં આવી, જેમાં 18 લોકોમાં ટીબી પોઝિટિવ જોવા મળ્યો છે. હાલમાં, આ મામલે આરોગ્ય વિભાગ દ્વારા 100 દિવસનો વિશેષ કેમ્પ શરૂ કર્યો છે, જેમાં દર્દીઓને સંપૂર્ણ સારવાર અને દવા પૂરાં પાડવાની વ્યવસ્થા છે.

દાંતા તાલુકાના વિવિધ હેલ્થ વર્કરો અંતરીયાળ ગામડાઓમાં જઈને શંકાસ્પદ દર્દીઓની ઓળખ કરી રહ્યા છે અને તેમનું ટ્રિટમેન્ટ શરૂ કરી રહ્યા છે.

અંબાજી, દાંતા અને માંકડીના સ્થાનિક હોસ્પિટલોમાં શંકાસ્પદ દર્દીઓનું એક્સરે અને અન્ય પરીક્ષણ કરવામાં આવી રહ્યો છે. સરકારની ક્ષય નાશની યોજનાના ભાગરૂપે આ વિસ્તારોમાં ટીબીના કિસ્સાઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે.



