Rajkot Lokmela at Racecourse ground: રાજકોટનો સૌથી મોટો લોકમેળો પાંચ દિવસ રેસકોર્સ મેદાનમાં યોજાશે
Rajkot Lokmela at Racecourse ground: રાજકોટમાં જન્માષ્ટમીમાં યોજાતા સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાતીગળ લોકમેળાના સ્થળ વિશે અસમંજસ ચાલી રહી હતી. આજે વહીવટી તંત્રએ 14થી 18 ઓગષ્ટ સુધી રેસકોર્સ મેદાનમાં મેળો યોજવાનો નક્કી કર્યો છે. છેલ્લા એક વર્ષથી ડૉ. દર્શિતાબેન શાહે અટલ સરોવર પાસે આયોજન કરવાની માંગ કરી હતી, પણ સામાજિક આગેવાનો રેસકોર્સ અથવા શાસ્ત્રી મેદાનમાં જ મેળો યોજવાની માંગણી કરી હતી. અંતે રેસકોર્સ મેદાન નક્કી થયું.
14 થી 18 ઓગષ્ટ સુધી પાંચ દિવસનો લોકમેળો
લોકમેળા સમિતિ દ્વારા આ પાંચ દિવસ માટે રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્ટોલ અને પ્લોટ માટે અરજી કરવાની પ્રક્રિયા
ઇચ્છુક અરજદારો 9 થી 13 જૂન સુધી રૂ.200 ફી ભરીને ઈન્ડિયન બેંક (તોરલ બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન સામે) અને નાયબ કલેકટર કચેરી (જૂની કલેક્ટર કચેરી)માંથી અરજી ફોર્મ લઈ શકશે. ફોર્મ સાથે ડિમાન્ડ ડ્રાફ્ટ પણ જોડવો ફરજિયાત રહેશે.

વિવિધ કેટેગરીઝ માટે હરાજી તારીખો
23 જૂન: રમકડા અને નાની ચકરડીના સ્ટોલ
24 જૂન: ખાણીપીણીના મોટાના પ્લોટ અને કોર્નર સ્ટોલ
25 જૂન: યાંત્રિક કેટેગરીના સ્ટોલ
26 જૂન: આઇસ્ક્રીમ અને ટી-કોર્નર પ્લોટ



