No pressure on uniform purchase: શાળા દબાણ નહીં કરે: વાલી-વિદ્યાર્થી હેલ્પલાઇન પર ફરિયાદ કરી શકે – DEOનો આદેશ
No pressure on uniform purchase: રાજ્યમાં 9 જૂનથી ઉનાળા વેકેશન પૂરું થવાને સાથે જ શાળાઓમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ રહ્યું છે. આ સાથે જ વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ અને સ્ટેશનરી ખરીદવાની શરૂઆત પણ થઈ છે. અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ સ્કૂલોને આદેશ આપ્યો છે કે તેઓ કોઈ પણ રીતે વિદ્યાર્થીઓને અથવા વાલીઓને ચોક્કસ દુકાન કે બ્રાન્ડ પરથી સામાન લેવા માટે દબાણ નહીં કરે.

DEOએ જણાવ્યું છે કે શાળાઓ માત્ર સૂચિ આપી શકે છે, જેના આધારે વાલી અને વિદ્યાર્થીઓ પોતાની પસંદગીથી સામાન ખરીદી શકે. જો કોઈ શાળા દબાણ કરે તો તે શાળા સામે કાર્યવાહી થશે અને દંડ પણ ફટકારાશે. પ્રથમ ફરિયાદ પર દંડ 10,000 રૂપિયા, બીજી વખતે 25,000 રૂપિયા અને વધુ ફરિયાદોની સ્થિતિમાં એક લાખ સુધીનો દંડ લાગુ પડશે.

વાલીઓ અને વિદ્યાર્થીઓને DEOએ સૂચવ્યું છે કે આવી સ્થિતિમાં તેઓ હેલ્પલાઇન નંબર 9909922648 પર સીધી ફરિયાદ કરી શકે છે.
જાહેરાત પ્રમાણે, રાજકોટમાં પણ 25 શાળાઓને આવા દબાણ, ફાયર સેફ્ટી લાક્ષણિકતાઓ ન પુરા પાડવા તેમજ વેકેશન દરમ્યાન શૈક્ષણિક પ્રવૃત્તિ ચલાવવાના કારણે નોટિસ આપવામાં આવી છે.



