IPL 2025 Final: પંજાબ vs બેંગલોર – ઇતિહાસ બનાવવાની ઘડી અમદાવાદમાં
IPL 2025 Final: IPL 2025ની ગ્રાન્ડ ફિનાલે માટે આખો અમદાવાદ તરબતર છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 3 જૂનના રોજ પહેલી વાર બે એવી ટીમો આમને-સામને છે કે જેમણે આજ સુધી કોઈ IPL ટ્રોફી નથી જીતી…. પંજાબ અને બેંગલોર. ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઓપરેશન સિંદૂર થીમ અને શંકર મહાદેવનનું લાઈવ શો
ક્લોઝિંગ સેરેમની આ વખતે દેશપ્રેમથી ભરપૂર હશે. ‘ઓપરેશન સિંદૂર’ થીમ પર આધારિત કાર્યક્રમ યોજાશે. તિરંગાના રંગની લાઈટોથી સ્ટેડિયમ સજ્જ કરાશે. શંકર મહાદેવન આ પ્રસંગે જીવંત સંગ્રાહ આપશે. સેના વડાઓનું ફિઝિકલ હાજરી નહીં હોય, તેમ છતાં સેનાના ઉલ્લેખ સાથે એક અનોખો સંદેશ આપવામાં આવશે.

ફ્લાઈટના ભાડાં આસમાને અને ટિકિટ
ફાઈનલ મેચના દિવસે અમદાવાદ આવતી ફ્લાઈટ્સ માટે ભાડું 25 હજારથી પણ વધુ પહોંચી ગયું છે. સામાન્ય દિવસોમાં જે ટિકિટ 3000-5000 માં મળે છે, તે હવે દસગણી કિંમતે વેચાઈ રહી છે. 1.32 લાખ લોકોના બેઠકો ધરાવતા સ્ટેડિયમમાં 80 હજાર લોકોની ટિકિટ પહેલેથી જ ઓનલાઈન બુક થઈ ગઈ છે. જ્યારે 25 હજાર સીટ રિઝર્વ રાખવામાં આવી છે.



