Rajkot coronavirus update: રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત્: 13 દિવસમાં 37 નવા કેસ, આરોગ્ય તંત્ર સજાગ
Rajkot coronavirus update: રાજકોટ શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 13 દિવસમાં કુલ 37 દર્દીઓ સામે આવ્યા છે, જેમાં 4 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. હાલ શહેરમાં 33 કેસ સક્રિય છે અને આરોગ્ય તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
આજે 1 જૂનના રોજ 5 નવા કોરોનાના કેસ નોંધાયા છે, જેમાં 2 મહિલાઓ અને 3 પુરુષો શામેલ છે. આ કેસ શહેરના વિવિધ વિસ્તારોમાંથી સામે આવ્યા છે જેમ કે માસ્ટર સોસાયટી, રૈયારોડ, ઉમા પાર્ક, અતિથિ ચોક અને સોપાન હાઇટ્સ. આ સાથે જિલ્લામાં પણ વધુ 2 કેસ નોંધાયા છે.

આ દર્દીઓને ઘરમાં હોમ આઇસોલેટ રાખવામાં આવ્યા છે અને તેમની તબિયત સ્થિર હોવાનું જણાવાયું છે. આરોગ્ય વિભાગે લોકોને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, હાથ ધોવા અને રસીકરણ જેવી તમામ સલામતી નીતિઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.

કોરોના સામે લડતા દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલમાં ખાસ 20 બેડ તથા જરૂરી સાધનો ઉપલબ્ધ છે. તંત્ર તાત્કાલિક પગલાં લેવા માટે સજ્જ છે અને લોકોના સહકારની અપેક્ષા રાખે છે.



