1.4 C
London
Thursday, November 20, 2025

World Milk Day 2025 : ગુજરાતે દૂધ ઉત્પાદનનો એવો ઉત્કૃષ્ટ વિક્રમ સ્થાપ્યો કે દેશભરમાં દૂધની નદીઓ વહેવા લાગી

World Milk Day 2025 : ગુજરાતે દૂધ ઉત્પાદનનો એવો ઉત્કૃષ્ટ વિક્રમ સ્થાપ્યો કે દેશભરમાં દૂધની નદીઓ વહેવા લાગી

World Milk Day 2025 : વિશ્વ દૂધ દિવસ ૨૦૨૫ના અવસર પર ગુજરાતની દૂધ ઉત્પાદન ક્ષમતા ગર્વપૂર્વક જણાય છે. ભારતની કુલ દૂધ ઉત્પાદન વૃદ્ધિ દર વર્ષે સરેરાશ ૫.૭% છે, જ્યારે ગુજરાતમાં આ વૃદ્ધિ દર વર્ષે ૯.૨૬% સુધી પહોંચી છે. છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતમાં દૂધનું ઉત્પાદન આશરે ૧૧.૮ મિલિયન ટન વધ્યું છે, જેના કારણે રાજ્ય દેશના ટોચના ચાર દૂધ ઉત્પાદક રાજ્યોમાં સ્થાન મેળવી ચૂક્યો છે.

દર વર્ષે ૧લી જૂન “વિશ્વ દૂધ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે, જેનો હેતુ દૂધના પોષણમૂલ્યને વધારવાનો અને ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે. દૂધ માત્ર પોષક તત્વોથી ભરપૂર પદાર્થ નથી, પરંતુ દેશની અર્થવ્યવસ્થામાં ડેરી ઉદ્યોગનો ફાળો મહત્વપૂર્ણ છે, જે દેશની GDPમાં લગભગ ૪.૫% ફાળો આપે છે.

World Milk Day 2025

ગુજરાતમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતા છેલ્લા એક દાયકામાં ૩૮% વધીને ૭૦૦ ગ્રામ પ્રતિ દિવસ થઈ છે. રાજ્યમાં પશુ ચિકિત્સા માટે મજબૂત વ્યવસ્થાઓ ઊભી કરી છે, જેમાં ૯૨૯ પશુ દવાખાનાઓ, ૫૫૨ પ્રાથમિક કેન્દ્રો, ૫૮૭ ફરતા પશુ દવાખાના અને ૪,૨૭૬ પશુ ચિકિત્સકો સામેલ છે. આ કારણે પશુપાલકોને સારી સારવાર અને ઉપચારની સુવિધા મળી રહી છે.

World Milk Day 2025

રાજ્ય સરકારની પહેલોથી પશુપાલકોને ગુણવત્તાવાળા પશુ અને સેક્સ્ડ સીમેન ડોઝ પર સબસિડી આપવામાં આવી રહી છે, જે ૯૦%થી વધુ સફળતાપૂર્વક વાછરડા આપે છે. આ ઉપરાંત, IVF જેવા ખર્ચાળ ઉપાયો પર પણ સહાય મળી રહી છે. આ તમામ પ્રયત્નો રાજ્યના ડેરી ઉદ્યોગને મજબૂત બનાવવા અને ગ્રામિણ પરિવારોને આવકનો સારો સ્ત્રોત પૂરું પાડવા માટે છે. આવતી કાલે ગુજરાત દેશના દૂધ ઉત્પાદનમાં સર્વોચ્ચ સ્થાન પર પહોંચવાનો દૃઢ નક્કી કર્યો છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img