Solar Village: ધ્રબ બનશે કચ્છનુ પ્રથમ સો ટકા સોલાર ગામ આખા ગામને મળશે વીજળી ફ્રી
- મુન્દ્રા તાલુકાનો ધ્રબ ગામ બનશે કચ્છનો પ્રથમ સો ટકા સોલાર ગામ
Solar Village અદાણી ફાઉન્ડેશન્ન, જિલ્લા વહીવટી વિભાગ, પશ્ચિમ ગુજરાત વીજ કંપની, તેમજ ધ્રબ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે, ધ્રબ ગામે દરેક ઘરે લાગશે સોલાર આખા ગામને મળશે વીજળી ફ્રી
કચ્છનુ પ્રથમ સો ટકા સોલાર ગામ બનવા જઈ રહ્યો છે ધ્રબ ગામ, ત્યારે આજે ગુજરાતના દરેક ગામને વીજળી ફ્રી કરી, સો ટકા સોલાર ગામ બનાવવાની સરકારની યોજના અંતર્ગત, કચ્છના પ્રથમ ગામ ધ્રબથી શરૂઆત કરવામા આવી હતી
આ યોજના માટે સરકાર સબસીડી આપે છે અને ગ્રાહકે ભરવાની રકમ માથી, દરેક ગ્રાહક દિઠ 48 હજાર અદાણી ફાઉન્ડેશન્ન ભરશે, અને ખૂટતી રકમ ધ્રબ ગ્રામ પંચાયત ભરસે, એટલે ધ્રબ ગામના રહેવાસીઓ એક પણ રૂપિયો ભર્યા વગર મેળવશે વીજળી ફ્રી
આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામા આવી હતી
સ્વાગત પ્રવચન હુસેનભાઇ મીઠાણીએ કર્યુ હતુ
પ્રાસંગિક પ્રવચનમા પ્રાંત અધિકારી ઝાલા સાહેબે જણાવ્યુ હતુ કે, ધ્રબ ગામ ગુજરાતમા ત્રીજુ અને કચ્છમા પ્રથમ, સો ટકા સોલાર ગામ બનવા જઈ રહ્યુ છે તેનો આપણને ગર્વ છે
Solar Village અદાણી CSR ફંડના હેડ પંક્તિબેન શાહ એ જણાવ્યુ હતુ કે, પાવર પ્રોજેક્ટમા આપણે ભોપાવાંઢ અને ધ્રબને લીધેલ છે, એટલે દરેક લોકો રજીસ્ટ્રેશન્ન કરાવી ધ્રબને સો ટકા સોલાર ગામ બનાવી આપણી ફરજ અદા કરીએ
કચ્છ કલેકટર અમિતભાઈ અરોરાએ જણાવ્યુ હતુ કે, ધ્રબના દરેક ઘરે બે કિલો વોટ સોલાર નાખવામા આવશે, કચ્છમા સોલાર ઉત્પાદન્ન વધારે થાય છે, એટલે આપણે જેટલા વધારે ઘરોમા સોલાર લગાવશુ, એટલી ખેડૂતોને વીજળી વધારે આપી શકીશુ
અને ધ્રબ ગામ પ્લાસ્ટિક મુક્ત થાય તેવા પ્રયત્નો કરવા અપીલ કરી હતી
માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સાહેબે સૂર્ય ઘર યોજના લાવી, જે દરેક ગરીબ પરિવાર માટે લાભ દાયક છે
અને દરેક ઘરે વરસાદી પાણી સંગ્રહ કરવા ટાંકો બનાવવા જણાવ્યુ હતુ, તે માટે અદાણી ફાઉન્ડેશન્નના પંક્તિબેને જણાવ્યુ કે, જે પાણી સંગ્રહ કરવા માટે ટાંકો બનાવશે તેમને દરેકને 11000 અદાણી ફાઉન્ડેશન્ન આપશે
અને 11000 ધ્રબ ગ્રામ પંચાયત આપશે તેવી જાહેરાત સરપંચ પ્રતિનિધિ અસલમ ભાઈ તુર્કે કરી હતી
કાર્યક્રમનુ સંચાલન અને એનાઉન્સમેન્ટ એક્ટિવ ફાઇનાન્સીસના અશરફભાઈ તુર્ક, તથા આભાર વિધિ માજી તલાટી હુસેન ભાઇ તુર્કે કરી હતી


