Kiran Khabad arrest: દાહોદ મનરેગા કૌભાંડમાં નવો વળાં, કિરણ ખાબડ પર વધુ એક ગુનો નોંધાયો
Kiran Khabad arrest: દાહોદ જિલ્લાના મનરેગા યોજના હેઠળ થયેલા કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે. રાજ્યના પંચાયત મંત્રી બચુ ખાબડના પુત્રો બળવંત અને કિરણ ખાબડ બંનેની જામીન મંજૂર થયા બાદ કિરણ ખાબડ વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે અને જામીન મળતા જ દાહોદ એલસીબી પોલીસે તેને ફરીથી અટકાયત કરી હતી. બીજી બાજુ બળવંત ખાબડને જેલમાંથી મુક્તિ મળી છે. આ મામલે રાજકીય સ્તરે ગરમાગરમી વધી છે.
કેમ નોટિસમાં આવ્યા કિરણ અને બળવંત?
મંત્રી બચુ ખાબડના પુત્રોની ધરપકડ મનરેગા કૌભાંડની તપાસ દરમિયાન થઇ હતી. 17 મે 2025ના રોજ બળવંત ખાબડને ધરપકડ કરવામાં આવી, જ્યારે 19 મે 2025ના રોજ કિરણ ખાબડને વડોદરા-કાલોલ હાઇવે પરથી પકડવામાં આવ્યો હતો. બંને પર આરોપ છે કે તેમણે ધાનપુર અને દેવગઢ બારીયા તાલુકામાં મનરેગા હેઠળ બનાવટી કામો દ્વારા કરોડોની લૂંટ કરી.

જામીન મળતાં જ વધુ એક ગુનામાં કિરણની ધરપકડ
28 મે, 2025ના રોજ દાહોદની નિર્ધારિત કોર્ટે બંને ભાઈઓને જામીન પર મુક્ત કર્યા. પરંતુ કિરણ ખાબડ સામે દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે એક નવી ફરિયાદ નોંધાઈ છે, જેમાં લવારીયા ગામમાં મનરેગા હેઠળ થયેલા કામો ન હોવા છતાં રૂપિયાની ઉચાપત થયાની ફરિયાદ છે. આ ફરિયાદ બાદ કિરણ ખાબડને સબજેલમાંથી બહાર આવતા જ ઝડપાયા અને ફરીથી ધરપકડ કરવામાં આવી.
નવી ફરિયાદમાં અન્ય અધિકારીઓની પણ સંડોવણી?
ડીઆરડીએના નિયામક દ્વારા દાખલ આ નવી ફરિયાદમાં અન્ય તત્કાલીન વહીવટી અધિકારીઓની પણ ભૂમિકા હોવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે, જેના પર તપાસ ચાલુ છે.

રાજકીય પ્રતિક્રિયાઓ અને સરકારની તાકીદ
આ કૌભાંડને લઈને વિપક્ષ અને સામાજિક વર્તુળોમાં સરકારની કામગીરી પર પ્રશ્નો થઈ રહયા છે. દાહોદ પોલીસે જણાવ્યું છે કે આ કેસમાં કોઇને બચાવવામાં નહીં આવે અને તપાસ ઝડપથી અને પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવશે. દાહોદ પોલીસના નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારીની તાત્કાલિક તપાસ હેઠળ આ મામલો આગળ વધે છે.
મનરેગા કૌભાંડ દાહોદ સાથે ગુજરાતના રાજકારણમાં ક્રાંતિ લાવી શકે
આ કૌભાંડ સમગ્ર રાજ્યમાં રાજકીય હલચલ ફેલાવી રહ્યો છે. મંત્રી બચુ ખાબડના પુત્રોની સંડોવણી અને કિરણ ખાબડની પુનઃ ધરપકડથી રાજ્યની રાજકીય દ્રષ્ટિએ મોટી અસર થવાની શક્યતા છે. આવનારા સમયમાં વધુ ખુલાસા અને કાર્યવાહી થવાની અપેક્ષા છે, જે રાજકીય અને વહીવટી ક્ષેત્રે મોટા ફેરફાર લાવી શકે છે.



