PM Modi Gujarat visit 2025: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ: 26-27 મે દરમિયાન વિકાસ કાર્યોનું ભવ્ય ઉદ્ઘાટન
PM Modi Gujarat visit 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 અને 27 મેના રોજ બે દિવસ માટે ગુજરાતની મુલાકાત પર આવશે. આ દરમિયાન તેઓ ભુજ, દાહોદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે, જેના કુલ ખર્ચ રૂ. 82,950 કરોડથી વધુનો છે. ગુજરાત સરકારના સત્તાવાર સૂચન અનુસાર, આ પ્રવાસ પીએમ મોદીના “ઓપરેશન સિંદૂર” પછી તેમના વતન રાજ્યમાં પ્રથમ મુલાકાત હશે, જેમાં વિકાસના અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને હરી ઝંડી આપવામાં આવશે.
26 મે: ભુજ અને દાહોદમાં વિકાસ કાર્યો
પ્રથમ દિવસે, વડાપ્રધાન ભુજ પહોંચીને અહીં રૂ. 53,414 કરોડના 33 વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ તેઓ દાહોદ ખાતે ખારોડમાં એક વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે જ્યાં 24,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થશે. આ વિકાસ કાર્યોમાં રેલવે અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના મહત્વના કામોનો સમાવેશ થાય છે.

27 મે: ગાંધીનગરમાં વિશેષ કાર્યક્રમ અને અન્ય વિકાસ પ્રોજેક્ટ્સ
બીજા દિવસે, પીએમ મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે એક ખાસ કાર્યક્રમમાં ભાગ લેશે, જ્યાં કુલ રૂ. 5,536 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ થશે. આ ઉપરાંત, ભુજથી લઈને કચ્છ, જામનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, તાપી અને મહિસાગર જેવા જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોની પણ નોંધ થશે.
મુખ્ય પ્રોજેક્ટ્સની વિગતો
પીએમ મોદી જામનગરમાં 220/66 kV બાબરઝર સબસ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં 66 kV HTLS ટ્રાન્સમિશન લાઈનો શરૂ થશે. મોરબી અને કચ્છના જુદાં જુદાં સ્થળોએ સોલર પાવર પ્રોજેક્ટ્સ (જેમ કે 11 MW, 10 MW, 35 MW, 210 MW) પણ શરૂ કરવામાં આવશે. Gandhiધામ ખાતે DPA વહીવટી કાર્યાલય અને ધાર્મિક, સાંસ્કૃતિક સ્થળોના વિકાસ માટે પણ કામ થશે.

શિલાન્યાસ કાર્યક્રમ
ખાવડામાં નવા રિન્યુએબલ એનર્જી ઝોન માટે પાવર ટ્રાન્સમિશન પ્રોજેક્ટ અને મહિસાગર સ્થિત કડાણા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ માટે પંપ મોડ ઓપરેશન શરૂ થશે. કચ્છમાં ચક્રવાત-પ્રતિરોધક ભૂગર્ભ પાવર વિતરણ નેટવર્ક બનાવવામાં આવશે. તેમજ ભુજથી નખત્રાણા સુધી ચાર-લેન હાઇ-સ્પીડ કોરિડોર, કંડલામાં 10 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન સુવિધા, રોડ ઓવર બ્રિજ અને છ-લેન રોડ અપગ્રેડ સહિતના પ્રોજેક્ટ્સનો સમાવેશ થશે. ધોળાવીરા પર્યટન વિકાસ માટે નવા માળખાકીય સુવિધાઓની પણ શરૂઆત થશે.
આ રીતે પીએમ મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ મોટા અને મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનો ઉદ્ઘાટન અને શિલાન્યાસ થવાના છે, જે રાજ્યના વિકાસમાં મોટી યોગદાનનો પુરાવો રહેશે.



