PM Modi Dahod Visit: PM મોદીની દાહોદ મુલાકાત સંભવિત, નવા વિકાસકાર્યોને મળશે લીલી ઝાંડી
PM Modi Dahod Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27 મેના રોજ દાહોદની મુલાકાત લઈ શકે છે તેવી શકયતા છે. તેમના આગમન પ્રસંગે દાહોદમાં સ્માર્ટ સિટી યોજનાના ભાગરૂપે નવનિર્મિત રેલવે વર્કશોપનું લોકાર્પણ થવાની શક્યતા છે. આ ઉપરાંત, સ્માર્ટ સિટી અંતર્ગત જે કામગીરીઓ પૂર્ણ થઈ ગઈ છે તેમનું પણ લોકાર્પણ કરવામાં આવી શકે છે.

આ સંદર્ભે જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડેના નેતૃત્વમાં એક મહત્ત્વની બેઠક આજે યોજાઈ હતી, જેમાં વિવિધ વિભાગોના અધિકારીઓએ હાજરી આપી હતી. કલેક્ટરશ્રીએ પોતે પણ વર્કશોપની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું અને તૈયારીઓની સમીક્ષા કરી હતી.

જો વડાપ્રધાન મોદી 27 મેએ દાહોદ આવશે તો આ પ્રવાસ દરમિયાન શહેર માટેનાં વિવિધ વિકાસ કાર્યોની લોકાર્પણવિધિ યોજાવાની શકયતા છે. સમગ્ર શહેરમાં સુરક્ષા વ્યવસ્થા અને આયોજન માટે તંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે.



