Transfers in Gujarat Police : ગુજરાત પોલીસમાં મોટી બદલી: જુનિયર ક્લાર્કને મળી બઢતી સાથે નવી જગ્યા
Transfers in Gujarat Police : ગુજરાતમાં પોલીસ વિભાગમાં તાજેતરમાં મોટા પાયે બદલી અને બઢતીની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યના જુનિયર ક્લાર્કોને પણ હવે તેમની કામગીરીને ધ્યાનમાં રાખીને ક્લાસ-3ની હોદ્દા સાથે બઢતી આપવામાં આવી છે. આ સાથે જ તેમને બદલી પણ આપવામાં આવી છે.
પગાર સુધારણા અંગે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સાતમા પગાર પંચના અનુક્રમણિકાના આધારે પગાર વધારાના લાભ આપવામાં આવશે. હવે આ કર્મચારીઓ પે મેટ્રિક્સમાં લેવલ-4માં સ્થાન પામશે. આ પગલાં દ્વારા તેમના પગાર અને હોદ્દામાં નોંધપાત્ર સુધારો થશે.
આ સાથે જ, જુનિયર ક્લાર્ક સહિત તમામ સંબંધિત કર્મચારીઓની બદલી પણ કરી દીધી છે, જેની વિગતો પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ ફેરફારો પોલીસ વિભાગની કાર્યક્ષમતા અને સંચાલનમાં સુધારો લાવવાના ઉદ્દેશ સાથે કરવામાં આવ્યા છે.







