1.4 C
London
Thursday, November 20, 2025

GSEB Class 12 Result 2025 : ધો.12 અને ગુજકેટનું પરિણામ જાહેર: વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં નોંધપાત્ર સફળતા, વ્હોટ્સએપ પર પરિણામ મળે

GSEB Class 12 Result 2025 : ધો.12 અને ગુજકેટનું પરિણામ જાહેર: વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં નોંધપાત્ર સફળતા, વ્હોટ્સએપ પર પરિણામ મળે

GSEB Class 12 Result 2025 : ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 12નું પરિણામ સત્તાવાર રીતે જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ માટે રાહ જોવાની ઘડીઓ આજે પૂર્ણ થઈ ગઈ છે.વર્ષ 2025ની ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાયેલી ધો.12 અને GUJCET પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.સાયન્સ સ્ટ્રીમનું કુલ પરિણામ 83.51% રહ્યું છે જ્યારે સામાન્ય પ્રવાહમાં 93.07% વિદ્યાર્થીઓ પાસ થયા છે.

ગયા વર્ષે કરતાં આ વર્ષે બંને પ્રવાહમાં ગુણોત્તી જોવા મળી છે. વિજ્ઞાનમાં 1.0% અને સામાન્ય પ્રવાહમાં 1.14% નું સુધારું નોંધાયું છે.

ટોપર જિલ્લાઓ કોણ?

વિજ્ઞાન શાખામાં મોરબી જિલ્લાએ ફરી એકવાર શ્રેષ્ઠ કામગીરી દર્શાવી છે, જ્યાં 92.91% વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે.બીજી તરફ, સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનું પરિણામ 93.97% રહ્યું છે જ્યારે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું પરિણામ 93.7% રહ્યું છે. જોકે, સામાન્ય પ્રવાહમાં વડોદરા જિલ્લાનું પરિણામ સૌથી ઓછું, 87.77% નોંધાયું છે.

GSEB Class 12 Result 2025

પરિણામ મેળવવા માટે વિકલ્પો

વિદ્યાર્થીઓ તેમના પરિણામો હવે સરળતાથી જાણી શકે છે. જો તમારું સીટ નંબર વ્હોટ્સએપ પર 6357300971 પર મોકલશો, તો તમને પરિણામ મળશે. તેમજ રિઝલ્ટ વેબસાઈટ www.gseb.org પર જોઈ શકો છે…

કુલ વિદ્યાર્થીઓની સંખ્યા

સામાન્ય પ્રવાહ (Arts/Commerce):

નિયમિત: 3,64,859

રીપીટર: 22,652

આઇસોલેટેડ: 4,031

ખાનગી: 24,061

ખાનગી રીપીટર: 8,306
કુલ: 4,23,909 વિદ્યાર્થીઓ

વિજ્ઞાન પ્રવાહ:

નિયમિત: 1,00,813

રીપીટર: 10,476

આઇસોલેટેડ: 95
કુલ: 1,11,384 વિદ્યાર્થીઓ

GSEB Class 12 Result 2025

માર્કશીટ અને સર્ટિફિકેટ અંગેની માહિતી

બોર્ડ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રમાણપત્ર અને સ્કૂલ રજીસ્ટરમાં નોંધ માટે જરૂરી SR વિગતો શાળાઓને પછીથી મોકલવામાં આવશે. અન્ય પ્રોસેસ જેમ કે નામ સુધારણા, ગુણચકાસણી, રીવ્યુ વગેરે અંગેની માહિતીને લઈને પરિપત્ર પણ આવતા સમયમાં જાહેર થશે.

શિક્ષણ મંત્રીએ આપ્યો સંદેશ

શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે, જે વિદ્યાર્થીઓ સફળ થયા છે તેમને શુભેચ્છા અને જે રિઝલ્ટથી નિરાશ છે તેમને એક મહિના બાદ પુનઃપરીક્ષાનો મોકો મળશે. ડિપ્રેશનમાં ન આવવા અને આત્મવિશ્વાસ જાળવવા મંત્રીએ અપીલ પણ કરી છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img