4.5 C
London
Saturday, November 22, 2025

Mehswo River drowning incident Kanj : મહેમદાબાદના કનીજ ગામે ભયાનક દુર્ઘટના: મેશ્વો નદીમાં 6 યુવાનો ડૂબ્યા

Mehswo River drowning incident Kanj  : મહેમદાબાદની મેશ્વો નદીમાં ત્રાસદાયક ઘટના: નાહવા ગયેલા મામા-ફોઈના પાંચ સંતાનો સહિત 6 ડૂબ્યા

Mehswo River drowning incident Kanj  : ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના કનીજ ગામે આજે સાંજે એક દુઃખદ અને હ્રદયવિદારી ઘટના સામે આવી છે. ગરમીમાંથી રાહત મેળવવા માટે નદીમાં નાહવા ગયેલા એક જ કુટુંબના પાંચ સંતાનો અને તેમના સાથેના એક અન્ય યુવાન સહિત કુલ છ લોકો મેશ્વો નદીમાં ડૂબી ગયા હતા.

પરિવારમાં ખળભળાટ

આ યુવાન-યુવતીઓ નરોડા, અમદાવાદથી વેકેશનમાં કનીજ ખાતે પોતાના મામા-ફોઈના ઘરે આવ્યા હતા. બપોર બાદ તેઓ નદીમાં ઠંડક મેળવવા નાહવા ગયા હતા, પરંતુ તેઓ અચાનક ઊંડા પાણીમાં ગયા અને ગરકાવ થઇ ગયા… વળી, નદીમાં બનાવાયેલા ઊંડા ખાડાઓ તેમને વધુ નુકસાનકારક સાબિત થયા. સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે ગભરાટનું વાતાવરણ છવાઇ ગયું હતું.

Mehswo River drowning incident Kanj

ત્રાસદાયક તસવીરો – મૃતદેહો બહાર કાઢાયા

મહેમદાબાદ પોલીસ અને ફાયરબ્રિગેડના તત્કાલ દોડી આવેલ સ્ટાફે સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ શરૂ કરી હતી. જેમ જેમ સમય વિતતો ગયો, એમ એક એક કરીને મૃતદેહો બહાર આવતા ગામમાં શોકની લહેર છવાઈ ગઈ.

મૃતકોમાં જીનલ, દિવ્યા સોલંકી, ફાલ્ગુની, અને યુવક ધ્રુવ (બધા રહેવાસી: નરોડા, અમદાવાદ)નો સમાવેશ થાય છે. લાપતા એવા ભૂમિકા (કનીજ) અને મયુર (નરોડા)ના મૃતદેહો પણ અંતે શોધી બહાર કાઢવામાં આવ્યા હતા.

ડૂબેલા તમામ બાળકો મામા-ફોઈના સંબંધી હતા. નદીમાં નાહવા ગયેલ આ છ માં ચાર કિશોરીઓ અને બે કિશોરો હતા. સમગ્ર કુટુંબ પર આઘાત જેવી સ્થિતિ ઊભી થઈ છે. સમગ્ર ગામ અને ખાસ કરીને કનિજના રોહિતવાસ વિસ્તારમાં શોકની લાગણી જોવા મળી…

ખનીજ ખાડા જવાબદાર?

ગામના સરપંચ અને સ્થાનિકોએ આ ઘટના માટે મેશ્વો નદીમાં થયેલા ગેરકાયદેસર ખનનને જવાબદાર ગણાવ્યું છે. તેઓનો દાવો છે કે ખનિજ માફિયાઓએ નદીના પાટામાં ઊંડા ખાડા ઊતાર્યા છે, જે બાળકો માટે મોતનો ખાડો બની રહ્યા. આ દાવા અંગે હજુ તપાસ ચાલુ છે, પરંતુ ગ્રામજનો ગભરાટમાં છે.

Mehswo River drowning incident Kanj

પ્રશાસન ઘટના સ્થળે: કાર્યવાહી શરૂ

દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા કલેક્ટર અમિતપ્રકાશ યાદવ, પોલીસ વડા રાજેશ ગઢીયા, એસડીએમ અને મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પીએમ માટે મૃતદેહોને મહેમદાબાદની CSC સેન્ટર ખાતે મોકલવામાં આવ્યા છે અને પરિવારજનોને સોંપવામાં આવશે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img