Ahmedabad traffic signal off time: ઉનાળાની ગરમી વચ્ચે વાહનચાલકો માટે સારા સમાચાર – ટ્રાફિક સિગ્નલ્સ રહેશે ઑફલાઇન
Ahmedabad traffic signal off time: અમદાવાદ સહિત ગુજરાતના મોટા શહેરોમાં ગરમીનો પારો દિવસે ને દિવસે ઊંચો જઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના 70થી વધુ ટ્રાફિક સિગ્નલ બપોરના 12 થી 4 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.
આ પગલું લેવા પાછળનું કારણ ખૂબ જ સાદું છે – લોકો ને તાપમાં લાઈટ પર ઊભા ન રહેવું પડે. આમ, તીવ્ર ગરમી વચ્ચે લોકોને થોડીક રાહત મળે એ માટે ટ્રાફિક સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેટલીક મોટી ક્રોસિંગ પર વેઇટિંગ ટાઈમ પણ ઘટાડવામાં આવ્યો છે – જેમ કે 180 સેકન્ડથી ઘટાડી વધુ સ્પીડમાં ટ્રાફિક ફલો કરાશે.

સુરત શહેરમાં પણ હિટવેવના સંજોગોમાં શહેરના તમામ 213 સિગ્નલ બપોરના સમયે બંધ રાખવાનું નક્કી કરાયું છે – ખાસ કરીને 1 વાગ્યાથી 3:30 સુધી. આમ, હવામાનના વિકટ તાપમાં વાહનચાલકોના આરામ અને આરોગ્યની સુરક્ષા માટે સરકારે સમયસર નિર્ણય કર્યો છે.



