Shankar Chaudhary: ગુજરાતમાં બન્યો હતો નવો વાવ-થરાદ જિલ્લો, હવે રાહ તાલુકાની ચર્ચા તેજ
Shankar Chaudhary: રાજ્યમાં તાલુકા અને જિલ્લાઓની બંધારણમાં ફરી એકવાર ફેરફારની શક્યતાઓ સામે આવી રહી છે. થોડા સમય પહેલા બનેલા નવા વાવ-થરાદ જિલ્લાને લઈને હવે રાહને તાલુકો બનાવવાની ચર્ચા જોર પકડતી જણાઈ રહી છે.
ગઇકાલે થરાદના કિયાલ ગામે યોજાયેલા સરકારી કાર્યક્રમ દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આ મુદ્દે મહત્વપૂર્ણ સંકેત આપ્યા. તેઓએ જણાવ્યું કે “રાહ હવે આ વિસ્તારનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે અને અહીં તાલુકો બને એવી માંગને વાજબી ધરીને કામગીરી આગળ વધી રહી છે.”

હાલ વાવ-થરાદ જિલ્લામાં 8 તાલુકાઓ છે અને જો રાહને નવો તાલુકો ઘોષિત કરવામાં આવે તો તે 9મો તાલુકો થશે. આ પૂર્વે બનાસકાંઠામાં 14 તાલુકાઓ હતાં, પણ વિભાજન બાદ તે સંખ્યા ઘટી ગઈ છે અને હાલ વાવ-થરાદે તેને પાછળ મૂકી છે.
તેમજ, નવા તાલુકાની શક્યતા સ્થાનિક લોકોમાં ઉત્સાહ જગાવી રહી છે અને સરકારની આગામી ઘોષણાની રાહ જોવામાં આવી રહી છે.



