Chanakya Drama : મુખ્યમંત્રીએ નિહાળ્યું ‘ચાણક્ય’ નાટક, મનોજ જોશીનો અભિનય ચમક્યો
Chanakya Drama : અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલમાં શનિવારની સાંજે એક વિશિષ્ટ થિયેટર ઈવેન્ટ યોજાઈ, જેમાં પ્રસિદ્ધ નાટક ‘ચાણક્ય’ની ભવ્ય પ્રસ્તુતિ આપવામાં આવી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ દર્શકોની સાથે બેઠા રહી આ નાટક નિહાળ્યું અને થિયેટરના સપોર્ટમાં પોતાની હાજરી નોંધાવી.
મનોજ જોશી ચાણક્યના રોલમાં ચમક્યા
થિયેટરની દુનિયામાં સશક્ત સ્થાન ધરાવતા કલાકાર મનોજ જોશીએ ‘ચાણક્ય’ની મુખ્ય ભૂમિકા ભજવી હતી. 36 વર્ષથી આ નાટકને એક મિશન તરીકે જીવતાં મનોજ જોશી પાત્રમાં એટલા સમાઈ ગયા કે દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા.

મુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છા અને વધાવ્યા કલાકારો
પ્રસ્તુતિ પૂર્ણ થયા પછી મુખ્યમંત્રીએ નાટકના તમામ કલાકારો, દિગ્દર્શક અને લેખકને શુભેચ્છાઓ પાઠવી. આ ઉપરાંત તેમણે મંચ પર જ પહોંચીને મનોજ જોશીને વિશેષ અભિનંદન આપ્યાં.
શાલ ઓઢાડી મુખ્યમંત્રીનું કરાયું સન્માન

આ પ્રસંગે મનોજ જોશીએ મુખ્યમંત્રીનું શાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કર્યુ. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સાહિત્ય, કલા અને સંસ્કૃતિનો ઉમંગ અનુભવાયો હતો.



