JEE Mains Result 2025: અમદાવાદના શિવેન અને વડોદરાના અદિતે મેળવ્યા 100 પર્સન્ટાઈલ
JEE Mains Result 2025: ના તાજેતરમાં જાહેર થયેલા પરિણામે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખુશીની લહેર લઈને આવી છે. અમદાવાદના શિવેન તોશીવાલા અને વડોદરાના અદિત ભગડેએ 100 પર્સન્ટાઈલ સાથે પરિણામ મેળવ્યું છે, જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની વાત છે.
શિવેન તોશીવાલા એ જણાવ્યું કે તેણે ધોરણ 9થી જ JEE માટે તૈયારી શરૂ કરી હતી. અગાઉ જાન્યુઆરીમાં લેવાયેલી પ્રથમ સત્રની પરીક્ષામાં પણ તેને સંપૂર્ણ પર્સન્ટાઈલ પ્રાપ્ત થયો હતો. શિવેનની ઓલ ઇન્ડિયા રેન્ક 9મી છે અને તે ગુજરાતમાંથી ટોચે રહ્યો છે. હવે તે JEE Advanced પાસ કરીને IIT મુંબઈમાં પ્રવેશ મેળવવા માગે છે.

શિવેનનું કહેવું છે કે Math વિષયમાં વધુ ધ્યાન આપવું પડે છે, જ્યારે Chemistry વિષયને લઈને તે થોડી વધુ મહેનત કરે છે. તેના માતા અને પિતા બંને ડોક્ટર છે અને તેમના પુત્રનું સપનું IITમાં પ્રવેશ મેળવવાનું છે.
આ ઉપરાંત, મોહિત અગ્રવાલે પણ શ્રેષ્ઠ પરિણામ સાથે 99.996 પર્સન્ટાઈલ મેળવીને ઓલ ઇન્ડિયા રેન્ક 90 હાંસલ કરી છે. તે ભવિષ્યમાં મેથેમેટીકલ રિસર્ચ તરફ આગળ વધવા ઈચ્છે છે.
મહત્વનું છે કે JEE Mains 2025ના સેશન-2ના પરિણામમાં સમગ્ર ભારતમાં કુલ 24 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે. તેમાં સૌથી વધુ 7 ટોપર રાજસ્થાનમાંથી છે, જ્યારે ગુજરાતમાંથી બે વિદ્યાર્થીઓએ ટોચની સિદ્ધિ હાંસલ કરી છે.



