SpaceTech Policy 2025-2030 : ગુજરાત બન્યું દેશનું પહેલું રાજ્ય, જ્યાં સ્પેસટેક પોલિસી અમલમાં મૂકાઈ – ઉદ્યોગો માટે ખુલશે અવકાશના દરવાજા
SpaceTech Policy 2025-2030 : ભારતના ટેકનોલોજીકલ વિકાસની દિશામાં હવે ગુજરાતે મોટા પગલાં ભર્યા છે. Semiconductor હબ તરીકે ઓળખાતું ગુજરાત હવે અવકાશ ટેકનોલોજીમાં પણ નવી ઊંચાઈઓ સર કરવાની તૈયારીમાં છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ‘ગુજરાત સ્પેસટેક પોલિસી 2025-2030’ જાહેર કરીને દેશનું પહેલું રાજ્ય બન્યું છે, જેણે એવી નીતિ અમલમાં મૂકી છે જે અવકાશ ક્ષેત્રના ખાનગી અને જાહેર ઉદ્યોગોને નવો વેગ આપશે.
આ નીતિ અંતર્ગત રાજ્ય સરકાર IN-SPACe, ISRO અને ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસ સાથે સહકાર કરશે અને સ્થાનિક ઉદ્યોગોને મજબૂત ટેકો આપશે. આજે કેલેકે અવકાશ ટેકનોલોજી આરોગ્ય, સંરક્ષણ, નવિગેશન, ડેટા ટ્રાન્સફર અને હવામાનના આગાહીમાં અગત્યની ભૂમિકા ભજવી રહી છે, ત્યારે ગુજરાતનો આ નિર્ણય દેશ માટે મહત્વપૂર્ણ બની રહેશે.
વિઝનથી ભરેલી નવી દિશા:
વર્ષ 2020માં પીએમ મોદી દ્વારા સ્પેસ ક્ષેત્ર ખાનગી ભાગીદારી માટે ખુલ્લું મૂકાયું હતું. ત્યારપછી IN-SPACeની રચના, Indian Space Policy 2023 અને FDI સુધારાઓ સાથે કેન્દ્ર સરકારે સ્પેસ સેક્ટરને મજબૂતી આપી. ગુજરાત હવે એ જ દિશામાં પગલાં ભરી રહ્યું છે અને અવકાશ ક્ષેત્રે ઉત્પાદકતા, નવીનતા અને રોકાણોને આકર્ષિત કરવાના દિશામાં આગળ વધી રહ્યું છે.
સ્પેસટેક પોલિસીના મુખ્ય ઉદ્દેશો:
સ્પેસ મેન્યુફેક્ચરિંગ: સેટેલાઇટ ભાગો, પેલોડ અને પ્રોપલ્શન સિસ્ટમ્સના ઉત્પાદન માટે નાણાંકીય સહાય.
ડિઝાઇન અને એપ્લિકેશન વિકાસ: ગ્રાઉન્ડ સ્ટેશન અને અવકાશ આધારિત ડિઝાઇન ક્ષેત્રે સહાય.
સ્ટાર્ટઅપ્સ માટે સહાય: ગુજરાતની IT/ITeS નીતિ હેઠળ ડીપ ટેક સ્ટાર્ટઅપ્સને ટેકો.
ટેકનિકલ સુવિધાઓ સાથે સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્ક: IN-SPACe અને કેન્દ્ર સરકારના સહયોગથી પાર્કનું નિર્માણ.

વિશિષ્ટ લાભો:
લોન્ચ ખર્ચ માટે સહાય
પેટન્ટ ફાઇલિંગ માટે નાણાંકીય ટેકો
રાજ્યની ઈલેક્ટ્રોનિક્સ અને IT નીતિઓ સાથે સમન્વય
અંતિમ લક્ષ્ય:
ગુજરાતને હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ અને R&Dનું કેન્દ્ર બનાવવું તથા ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સચોટ રીતે અમલમાં મૂકવું.
આ નીતિથી ભારતના સ્પેસ ક્ષેત્રમાં નવી ઉર્જા અને દિશા મળશે એવું અનુમાન છે. ગુજરાત હવે માત્ર ઇન્ડસ્ટ્રીયલ જ નહીં પણ ટેકનોલોજીકલ ક્ષેત્રે પણ દેશને આગવું સ્થાન અપાવશે.



