Bullet Train Project : ભારતીય બુલેટ ટ્રેન માટે NHSRCL દ્વારા 160થી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર
Bullet Train Project :મુંબઈ-અમદાવાદ વચ્ચે ચાલી રહેલા દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને એક મોટી ભરતીની જાહેરાત સામે આવી છે. નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ 160થી વધુ વિવિધ પદો માટે ભરતી બહાર પાડી છે, જેમાં ટેકનિકલ અને મેનેજમેન્ટ ક્ષેત્રોની જગ્યાઓનો સમાવેશ થાય છે.
પાયલટ બનવા માગો છો? તો આ છે ખાસ તક!
ભારતની હાઇ-સ્પીડ રેલ ક્રાંતિમાં આગળ વધવા ઈચ્છતા ઉમેદવારો માટે આ એક તક છે. કુલ 4 જગ્યાઓ ઉપલબ્ધ છે, જેમાં SC માટે 2, ST અને EWS માટે 1-1 જગ્યા રાખવામાં આવી છે.
પાત્રતા માટે આવશ્યકતા: ઉમેદવાર પાસે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્સ અથવા IT ક્ષેત્રે ત્રણ વર્ષનો ડિપ્લોમા હોવો જોઈએ. આ પાત્રતા માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાંથી હોવી આવશ્યક છે.
અરજી કરવાની છેલ્લી તારીખ:
NHSRCL એ નોંધાવ્યું છે કે અરજી કરવાની છેલ્લી તારીખ હવે 24 એપ્રિલ, 2025 (રાત્રે 11:59 સુધી) નક્કી કરવામાં આવી છે.

અરજી કરવા માટે વેબસાઇટ:
https://jobapply.in/NHSRCL2025
બીજી મહત્વની જગ્યાઓ પણ છે ઉપલબ્ધ:
જૂનિયર ટેકનિકલ મેનેજર (સિવિલ) – 35
જૂનિયર ટેકનિકલ મેનેજર (ઇલેક્ટ્રિકલ) – 17
મેનેજર (ટ્રેક, સિગ્નલિંગ, ટ્રેન ઓપરેશન્સ, સ્ટેશન ઓપરેશન્સ)
અસિસ્ટન્ટ મેનેજર (સિવિલ, ઈલેક્ટ્રિકલ, પબ્લિક રિલેશન, IT, ટ્રાન્સપોર્ટ, માર્કેટિંગ)
જુનિયર એન્જિનિયર (સિવિલ, ટ્રેક, ઇલેક્ટ્રિકલ, રોલિંગ સ્ટોક)
ટ્રેન મેનેજર અને સ્ટેશન મેનેજર સહિત અનેક પદો માટે ભરતી ખુલ્લી છે.
નોકરી શોધી રહ્યા છો અને ઈન્જિનિયરિંગ કે મેનેજમેન્ટ ક્ષેત્રે કુશળતા ધરાવો છો? તો NHSRCL તમને દેશની સૌથી ઝડપી ટ્રેન સાથે જોડાવાનું એક ભવિષ્યબદ્ધ મંચ આપે છે. આજે જ અરજી કરો!



