Stamp Amendment Act 2025: ફ્લેટ ખરીદદારો ચેતજો: એલોટમેન્ટ લેટર આધારિત માલિકી પર હવે 300% દંડ સાથે નવી સ્ટેમ્પ ડ્યૂટી લાગૂ
Stamp Amendment Act 2025: ગુજરાત સરકાર દ્વારા લાગુ કરાયેલા નવા સ્ટેમ્પ સુધારા અધિનિયમ, 2025 (Stamp Amendment Act 2025) હેઠળ એલોટમેન્ટ લેટર આધારે મિલકત ખરીદનારા લોકોને હવે ઘણો વધુ દંડ ચૂકવવો પડશે. અગાઉ માત્ર રૂ. 250ના પેનલ્ટી સાથે માલિકી મંજુર થતી હતી, પરંતુ હવે સરકાર આ ડ્યૂટીના ચાર ગણા દંડની વસૂલાત કરશે.
કયા લોકોને થશે સીધી અસર?
આ ફેરફાર ખાસ કરીને તેઓ માટે છે જેઓએ 27 એપ્રિલ 1982થી 1 સપ્ટેમ્બર 2001 વચ્ચે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓમાં અને 12 એપ્રિલ 1994થી 1 સપ્ટેમ્બર 2001ના સમયગાળા દરમ્યાન નોન-ટ્રેડિંગ એસોસિયેશનના પ્લોટ પર મકાન ખરીદ્યા છે.
દંડનો અંદાજ:
જો કોઈ પર સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની બાકી રકમ રૂ. 50,000 છે તો હવે તે વ્યક્તિએ આખરે રૂ. 2 લાખ સુધીનો દંડ સહીત સ્ટેમ્પ ડ્યૂટી ચુકવવી પડશે. નવા નિયમો હેઠળ કુલ બાકી રકમ પર માસિક 2%ના દરે પેનલ્ટી પણ વસૂલાશે.
જાણો શું બદલાયું છે:
પહેલાં: માત્ર ₹250નો દંડ ભરવાથી મામલો નિવડતો.
હવે: કુલ ભરવાપાત્ર સ્ટેમ્પ ડ્યૂટીના 300% જેટલો દંડ ભરવો પડશે.
ઉપરાંત, દર મહિને બાકી રકમ પર 2% પેનલ્ટી લાગશે.

એલોટમેન્ટ લેટર પર ખરીદેલી મિલકત માટે હવે શું કરવું પડશે?
જો 1982થી 2001 વચ્ચે કોઈએ ફક્ત એલોટમેન્ટ લેટર આધારે ફ્લેટ લીધો હોય, અને અત્યારસુધી સ્ટેમ્પ ડ્યૂટી ન ભરાઈ હોય, તો હવે તેનો સોદો કરવા માટે આજના દર પ્રમાણે સ્ટેમ્પ ડ્યૂટી સાથે 4 ગણો દંડ ચૂકવવો પડશે. નહીં તો રજિસ્ટ્રેશન કરવામાં નહીં આવે.
આ સુધારા પાછળનું કારણ શું?
સરકાર 2022માં જ આ અંગે પરિપત્ર જારી કરી ચૂકેલી છે. પરંતુ હવે એ નીતિમાં વધુ કડકાઈ લાવવામાં આવી છે જેથી જૂના સોદાઓ પર પણ યોગ્ય સ્ટેમ્પ ડ્યૂટી વસૂલી શકાય અને ભવિષ્યમાં આ પ્રકારની ચૂક દૂર થાય.



