Patan Thakor sammelan: “સત્તા છે પણ શક્તિ નથી!” પાટણ સંમેલનમાં ઠાકોર સમાજના નેતાઓએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા
Patan Thakor sammelan : પાટણ યુનિવર્સિટીના રંગભવન હોલમાં જ્યારે ઠાકોર સમાજના આગેવાનો ભેગા થયા ત્યારે વાત માત્ર સંમેલનની નહોતી – વાત હતી સામૂહિક પીડાની. સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારમાં રહેલા સમાજના નેતાઓને ‘પાવર વગરના પ્રધાન’ કહ્યા. તેમણે ખુલ્લેઆમ કહ્યું કે, “સરકારમાં રહેલા ઠાકોર નેતાઓને જાતે ખબર નથી કે તેઓ શું કરી શકે છે!”

અત્યાર સુધી ભાજપના મજબૂત સમર્થક મનાતા પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પણ કહ્યું, “ભાજપે અમારા નેતાઓને નખ વગરના સિંહ બનાવી દીધા છે.” જે રીતે વાઘને બાંધી દેવાય છે તેવી સ્થિતિ બનાવી છે ભાજપે.
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ આ અવાજને વધુ ઊંડો કર્યો. તેમણે સરકાર પર ગંભીર આક્ષેપ મૂકતાં કહ્યું કે, “ઓબીસી, એસસી, એસટી અને માઈનોરિટીના લોકો સાથે સતત અન્યાય થાય છે. બજેટમાં પણ વસ્તી પ્રમાણે ન્યાય મળતો નથી.”

આમ, પાટણમાં ગુંજાયેલી આ અવાજ એક ચેતવણી હતી – સરકાર સામે હક અને હિસ્સેદારીની લડાઈ શરૂ થઈ રહી છે. હવે સમાજ એક છે, લડવા તૈયાર છે.



