2.3 C
London
Saturday, November 22, 2025

Ahmedabad Metro Income : IPLના ફાયદા મેટ્રોને! Ahmedabad Metroની આવકમાં બમણો ઉછાળો, માત્ર એક દિવસમાં લાખોની કમાણી

Ahmedabad Metro Income : IPLના ફાયદા મેટ્રોને! Ahmedabad Metroની આવકમાં બમણો ઉછાળો, માત્ર એક દિવસમાં લાખોની કમાણી

Ahmedabad Metro Income : IPL 2025ના મહોત્સવ જેવી મેચોએ અમદાવાદ મેટ્રો માટે કમાણીના નવા દરવાજા ખોલી દીધા છે. અમદાવાદ મેટ્રો ટ્રેન સેવાની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલી મેચોના દિવસોમાં મુસાફરોની સંખ્યામાં ભારે વૃદ્ધિ થઈ છે.

62 હજાર વધુ મુસાફરો, લાખોની આવક

મળતી માહિતી મુજબ, IPLની માત્ર ત્રણ મેચના સમયમાં મેટ્રો સેવાનો લાભ લેતા મુસાફરોની સંખ્યા 62 હજાર સુધી પહોંચી ગઈ. 25 માર્ચના દિવસે મેટ્રોએ ₹21.19 લાખની આવક નોંધાવી, જયારે 29 માર્ચે આ આંકડો ₹26.57 લાખ અને 9 એપ્રિલે ₹23.56 લાખ સુધી પહોંચી ગયો.

સામાન્યની સરખામણીએ બમણો વધારો

આમ, સામાન્ય દિવસોની તુલનાએ IPLના કારણે મેટ્રોની આવક બમણી થઈ છે. જે દર્શાવે છે કે ક્રિકેટ શોખીનો માટે મેટ્રો ટ્રેન પહેલી પસંદગીનો વિકલ્પ બની ગયું છે. મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને GMRC દ્વારા મેટ્રોની સમયસીમામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

Ahmedabad Metro Income

મેચના દિવસે મેટ્રો રૂટ extended

IPLની ડે-નાઇટ મેચોને લઈ 25 માર્ચ, 29 માર્ચ, 9 એપ્રિલ, 2 મે અને 14 મેના રોજ મેટ્રો ટ્રેનની સેવાઓ ખાસ રીતે સવારે 6 વાગ્યાથી લઈ રાત્રિના 12:30 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. આમ તો સામાન્ય દિવસે ટ્રેન સેવા રાત્રિના 10 વાગ્યા સુધી જ રહેતી હોય છે.

રાત્રિ પછી ખાસ સ્પેશિયલ ટિકિટ ફરજિયાત

મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી રાત્રિના 10 વાગ્યા પછી મુસાફરી કરવા ઈચ્છતા લોકો માટે ₹50ની સ્પેશિયલ પેપર ટિકિટ ફરજિયાત બનાવાઈ છે. આ ટિકિટની મદદથી કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરી શકાય છે.

IPLની મોજમાં અમદાવાદ મેટ્રોને નફો થયો છે. મુસાફરોની સતત વધતી સંખ્યા અને વિશિષ્ટ આયોજનના કારણે મેટ્રો સેવા હવે શહેરના મહત્વપૂર્ણ ટ્રાન્સપોર્ટ વિકલ્પ તરીકે ઉભરી આવી છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img