CR Patil Meeting: ગુજરાત ભાજપ બેઠક: 12 એપ્રિલે CR પાટીલની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક, તમામ ધારાસભ્યોને ફરજિયાત હાજરીનો આદેશ
CR Patil Meeting: ગાંધીનગરના કમલમ ખાતે 12 એપ્રિલે CR પાટીલની અધ્યક્ષતામાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. તમામ ધારાસભ્યો અને 13 જિલ્લા પ્રમુખોને ફરજિયાત હાજર રહેવા જણાવાયું છે. બેઠકમાં રાજકીય ફેરફાર અને સેવા પખવાડિયા મુદ્દે ચર્ચા થશે.
ગુજરાત ભાજપે 12 એપ્રિલના રોજ ગાંધીનગર સ્થિત પાર્ટીના મુખ્યાલય ‘કમલમ’ ખાતે મહત્વની બેઠક બોલાવી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં તમામ ધારાસભ્યોને ફરજિયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. સાથે સાથે 13 જિલ્લાના ભાજપ પ્રમુખો તથા મહામંત્રીઓને પણ ઉપસ્થિત રહેવા માટે બોલાવવામાં આવ્યા છે.
વિશેષ તો એ છે કે, આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને SC મોરચાના ઇન્ચાર્જ તરૂણ ચૂંગ પણ હાજરી આપશે. બેઠકમાં વિવિધ સંગઠનાત્મક વિષયો અને આગામી કાર્યક્રમોની ચર્ચા થશે.
સેવા પખવાડિયાની તૈયારીનો ભાગ:

ભાજપ દ્વારા જાહેર કરાયું છે કે, આ બેઠક સેવા પખવાડિયાની ઉજવણીની પૂર્વતૈયારીના ભાગ રૂપે યોજાઇ રહી છે. 14 એપ્રિલથી શરૂ થનારા સેવાકાર્યને લઈને કાર્યક્રમોની રણનીતિ ઘડી કાઢવાની શક્યતા છે.
રાહુલ ગાંધીના પ્રવાસ પહેલાં સક્રિય રાજકીય માહોલ:
“ત્યાં બીજી તરફ, 15 અને 16 એપ્રિલે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈ રાજકીય ગરમાવો વધી રહ્યો છે.”
કોંગ્રેસની વધતી ગતિવિધિ વચ્ચે ભાજપે સંગઠનના સ્તરે એકતા અને ચુસ્તતા લાવવા માટે આ બેઠકનું આયોજન કર્યું છે.
પ્રદેશ પ્રમુખ પદમાં શક્ય ફેરફારની ચર્ચા:
વધુમાં એવું પણ જાણવા મળી રહ્યું છે કે, સી.આર. પાટીલ પ્રદેશ પ્રમુખ પદમાંથી મુક્તિ ઈચ્છતા હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. જેથી આગામી સમયમાં ગુજરાત ભાજપને નવો પ્રદેશ પ્રમુખ મળી શકે છે. આવનારા રાજકીય સમયમાં ભાજપના શિર્ષસ્તરે મોટો ફેરફાર થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.



