2.7 C
London
Saturday, November 22, 2025

Congress Gujarat Strategy 2027 Elections: રાહુલ ગાંધી 15-16 એપ્રિલે ગુજરાતમાં: સંગઠન, ચૂંટણી અને કાર્યકર્તાઓ પર સંવાદ

Congress Gujarat Strategy 2027 Elections: રાહુલ ગાંધી 15-16 એપ્રિલે ગુજરાતમાં: સંગઠન, ચૂંટણી અને કાર્યકર્તાઓ પર સંવાદ

Congress Gujarat Strategy 2027 Elections: ગુજરાતમાં કોંગ્રેસે ફરી એકવાર સક્રિયતા દર્શાવવાનું શરૂ કર્યું છે. હાલમાં અમદાવાદમાં યોજાયેલા રાષ્ટ્રીય અધિવેશન બાદ હવે પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 15 અને 16 એપ્રિલે ગુજરાતની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાતના કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરશે અને વિવિધ રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરશે.

2027ની તૈયારીને લઈને સંગઠન મજબૂત બનાવવાનો પ્રયાસ

‘નૂતન ગુજરાત, નૂતન કોંગ્રેસ’ના સંકલ્પ સાથે પાર્ટીએ 2027ની વિધાનસભા ચૂંટણીઓ માટે તૈયારી શરૂ કરી દીધી છે. આ અભિયાનના ભાગરૂપે રાહુલ ગાંધી અમદાવાદ અને ઉત્તર ગુજરાતના મહત્વના વિસ્તારોની મુલાકાત લઈને જિલ્લા અધ્યક્ષો અને અન્ય સંગઠનના નેતાઓ સાથે મુલાકાત કરશે. તેઓને માર્ગદર્શન આપશે કે કેવી રીતે વિસ્તાર સ્તરે સંગઠનને વધુ મજબૂત બનાવી શકાય.

Congress Gujarat Strategy 2027 Elections

 

 

ગુજરાતમાં સંગઠન મંડળીઓમાં સંભવિત ફેરફારો

પ્રવાસ દરમિયાન સંગઠન સંદર્ભે કેટલીક મહત્વની જાહેરાતો પણ શક્ય બની શકે છે. કોંગ્રેસના અંદરખાનામાં ચાલી રહેલી ચર્ચાઓ અનુસાર જિલ્લાવાર સંગઠન માળખામાં ફેરફાર તથા આગામી ચૂંટણી માટે ટિકિટ વિતરણ પ્રક્રિયામાં સ્થાનિક નેતાઓને વધુ મહત્ત્વ આપવામાં આવશે. રાહુલ ગાંધીનો આ પ્રવાસ સંગઠનને નવી દિશા આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું બની શકે છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img