Rahul Gandhi Speech: અનામત, જનગણના અને વડાપ્રધાન પર રાહુલ ગાંધીના તીખા પ્રહારો
Rahul Gandhi Speech: અમદાવાદ ખાતે આયોજિત કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન રાહુલ ગાંધી એક ગંભીર લહેજામાં રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે હુમલાભેર ભાષણ આપ્યું. લોકસભામાં વિપક્ષના નેતા તરીકે તેઓએ પોતાની પાર્ટીનો ઇતિહાસ યાદ કરાવતા કહ્યું કે, “150 વર્ષ પહેલાં સરદાર પટેલનો જન્મ થયો હતો અને 100 વર્ષ પહેલા મહાત્મા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા – આ બંને લોકોએ કોંગ્રેસ માટે પાયો પૂરો પાડ્યો છે.”
તેલંગાણામાં Congress દ્વારા કરવામાં આવેલી જાતિગત જનગણના અંગે તેમણે ખાસ ઉલ્લેખ કરતાં કહ્યું કે, “આ પગલું ક્રાંતિકારી છે. અમે દેશને બતાવવું જોઈએ કે કોના હાથમાં કેટલી ભાગીદારી છે.” તેમણે આ પણ ઉમેર્યું કે પીએમ મોદીએ અને આરએસએસે જાતિ આધારિત જનગણના વિરોધ કર્યો છે. “તમે છુપાવો, અમે જાહેર કરીશું. અમે આખા દેશમાં અનામતની 50% દિવાલ તોડી નાંખીશું,” એવું તેઓએ ઘોષિત કર્યું.

તેમણે વિદેશ નીતિ, અમેરિકન ટેરિફ અને બાંગ્લાદેશ મુદ્દે પીએમ મોદી પર પ્રહાર કર્યા.. “પીએમ મોદીની 56 ઇંચની છાતી હવે ક્યાં છે?” એમ પુછતાં રાહુલ ગાંધી ભાજપ સરકારના વલણ પર તીખો પ્રહાર કર્યો.
નવા વકફ કાયદાને લઈ પણ તેમણે આક્ષેપ કર્યો કે, “આ કાયદો ધાર્મિક સ્વતંત્રતા ઉપર સીધો હુમલો છે. RSSને આધારભૂત કરતા નિર્ણય બંધારણની ભાવનાના વિરૂદ્ધ છે.”



