6 C
London
Saturday, November 22, 2025

Navkar Mantra Chanting: વિશ્વ રેકોર્ડ માટે નવકાર મંત્રનું મહાપઠન: 25 હજારથી વધુ જૈનો સાથે CM અને PM મોદીની હાજરી

Navkar Mantra Chanting : વિશ્વ રેકોર્ડ માટે નવકાર મંત્રનું મહાપઠન: 25 હજારથી વધુ જૈનો સાથે CM અને PM મોદીની હાજરી

Navkar Mantra Chanting : જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JITO) અને સમગ્ર જૈન સમાજ દ્વારા 9 એપ્રિલે ‘વિશ્વ નવકાર મહામંત્ર દિવસ’ અંતર્ગત અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે વિશાળ આયોજન થનાર છે. આ કાર્યક્રમમાં એકસાથે 25,000થી વધુ જૈન ભક્તો નવકાર મંત્રનો જાપ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાના સંકલ્પ સાથે જોડાવાના છે.

આ ઐતિહાસિક પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી વિજ્ઞાન ભવન ખાતેના JITO એપેક્સ કાર્યક્રમમાં હાજર રહી દેશભરના લોકોને વર્ચ્યુઅલ રીતે સંબોધશે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા વિવિધ જૈન મુનિ અને ધાર્મિક અગ્રણીઓ GMDC ખાતે હાજર રહેશે.

નવકાર મંત્ર: અહિંસાનું પ્રતિક અને આધ્યાત્મિક ઊર્જાનો સ્ત્રોત

નવકાર મંત્ર માત્ર જૈન ધર્મ માટે જ નહીં, પરંતુ વિશ્વશાંતિ માટે પણ પ્રેરણારૂપ છે. આ મંત્ર સર્વ જીવો પ્રત્યે (દયા) અને શ્રદ્ધા દાખવે છે. તેના જાપથી માનસિક શાંતિ, આત્મશુદ્ધિ અને પાપના ક્ષયની અનુભૂતિ થાય છે.

આયોજનો અને મહત્વની માહિતી:

સ્થળ: GMDC ગ્રાઉન્ડ, હેલ્મેટ સર્કલ, અમદાવાદ

તારીખ અને સમય: 9 એપ્રિલ, સવારે 8:01 કલાકથી

પ્રવેશ વ્યવસ્થા: સવારે 7:30 વાગ્યા સુધી બેઠક ગ્રહણ કરવાની અરજી

પાર્કિંગ: ઑટોમેટેડ એપ દ્વારા પાર્કિંગ અલોટમેન્ટ

પરિવહન: AMC અને ST વિભાગ દ્વારા 450થી વધુ બસોની વ્યવસ્થા

Navkar Mantra Chanting

વિશેષ ઘટનાઓ:

સમગ્ર શહેરમાંથી કળશયાત્રા આયોજિત કરવામાં આવી છે, જેમાં ભાગ લેનાર શ્રદ્ધાળુઓ કળશ લઇને GMDC સુધી યાત્રા કરશે.

CM ભૂપેન્દ્ર પટેલને ‘મંગલ કળશ’ અર્પણ કરાયો.

6000થી વધુ દેરાસર અને સ્થાપનોમાં લાઈવ પ્રસારણ થનાર છે.

ખાસ રીતે તૈયાર કરાયેલા 450 કળશ પર મહારાજ સાહેબ વાસક્ષેપ કરશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્લોટરહાઉસ અને મટન-ફિશ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

PM મોદી હાજરી અને વિશેષ મેસેજ

JITO એપેક્સના વાઇસ ચેરમેન હિમાંશુ શાહે જણાવ્યું કે વડાપ્રધાન મોદીની હાજરી સમગ્ર જૈન સમાજ માટે ગૌરવની વાત છે. “આવો નવકાર મહામંત્રનો નાદ, ત્યારે જ તેની ઊર્જા અને સકારાત્મક સ્પંદનો વિશ્વભરમાં ફેલાય છે,” તેમણે ઉમેર્યું.

‘વિશ્વ નવકાર દિવસ’ તરીકે જાહેર કરવાનો પ્રયાસ

JITOના સૂત્રધારો અને જૈનિક વકીલ સહિતના અગ્રણીઓએ વિશ્વ નવકાર દિવસને સત્તાવાર ઘોષિત કરાવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. તેમના મતે, “આવો વિશાળ મંચ પ્રથમ વખત જ યોજાયો છે, અને તેની અસર સમગ્ર વિશ્વના જીવજંતુઓ અને મનુષ્યો પર થશે.”

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img