NA permission in Gujarat: NA મંજૂરી હવે માત્ર 10 દિવસમાં: ગુજરાત સરકારે જમીન સંબંધિત મોટો નિર્ણય લીધો
NA permission in Gujarat: ગુજરાત સરકારે ખેડૂત સમાજ અને સામાન્ય નાગરિકોને ધ્યાનમાં રાખીને મહેસૂલી ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું ભર્યું છે. નવા નિયમ મુજબ, હવે નવી, અવિભાજ્ય અને શરતવાળી જમીનને જૂની શરતવાળી જમીન સમાન ગણવામાં આવશે, જેનાથી પજેશન, હેતુફેર અને વેચાણના સમયે પ્રિમિયમ ભરવાની ફરજ નહીં રહે.
રાજ્ય સરકારના પ્રવક્તા ઋશિકેષ પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે આ નિર્ણય રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લાગુ પડશે – સિવાય કે જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા શહેરી વિકાસ મંડળના નિયમો લાગુ પડે છે. અગાઉ આવા કેસોમાં કલેક્ટરની મંજૂરી જરૂરી હતી અને ભારે ફી ચૂકવવી પડતી હતી, હવે તે પ્રક્રિયાથી રાહત મળશે.
બિનખેતી મંજૂરી માટે હવે લાંબી વેળા નહીં રાહ જોવી પડે

રાજ્ય સરકારે મહેસૂલી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને ઝડપ લાવવા માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે જો કોઈ ખેડૂત કે જમીનધારક બિનખેતી (NA) માટે અરજી કરે છે તો માત્ર 10 દિવસમાં મંજૂરી આપવાની ફરજદારી રહેશે. આ પગલાથી અનાવશ્યક વિલંબ અને નોટિંગ ક્લીયરન્સની સમસ્યા ટળશે.
સાથે જ, અરજી પછી 30 દિવસની અંદર કલેક્ટરે જમીનના ટાઇટલ સર્ટિફિકેટ અંગે નિર્ણય લેવાનો રહેશે. જેને કારણે જમીન વ્યવહાર વધુ ઝડપી અને સરળ બનશે.
જમીન વેચાણ માટે હવે 25 વર્ષના દસ્તાવેજ પૂરતા
જમીનના વેચાણ સમયે હવે 25 વર્ષના રેકોર્ડની જ તપાસ કરાશે. અગાઉ જમીનના દરજ્જાને ચકાસવા માટે ઘણાં વર્ષોના દસ્તાવેજો જરૂરી હોય, જેને હવે સરળ બનાવવામાં આવ્યો છે.
આ તમામ નિર્ણયોથી માત્ર Ease of Doing Business જ નહીં, પરંતુ “Comfort of Doing Business” તરફ રાજ્ય આગળ વધી રહ્યું છે. જમીન સંબંધિત કામકાજ વધુ ઝડપી થવાના કારણે ઔદ્યોગિક વિકાસ, રોજગારની તકો અને અફોર્ડેબલ હાઉસિંગના પ્રોજેક્ટ્સને પણ ગતિ મળશે.



