7.7 C
London
Saturday, November 22, 2025

P Chidambaram : કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમ સાબરમતી આશ્રમમાં બેભાન, તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા

P Chidambaram : કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમ સાબરમતી આશ્રમમાં બેભાન, તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા

P Chidambaram : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ અને વિત્ત મંત્રી પી. ચિદમ્બરમ આજે સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન અચાનક બેભાન થઈ ગયા. ઘટના બાદ તેમને નજીકની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓની હાલત હાલ સ્થિર હોવાનું હોસ્પિટલે જણાવ્યું છે.

પ્રાથમિક માહિતી મુજબ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનના પૂર્વે તમામ વરિષ્ઠ નેતાઓ મહાત્મા ગાંધીના આશ્રમની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

આ દરમિયાન તીવ્ર ગરમી અને થાકના કારણે ચિદમ્બરમને અચાનક ચક્કર આવ્યા અને તેઓ બેભાન થઈ પડ્યા. ઘટનાની જાણ થતા જ હાજર કાર્યકર્તાઓ અને સુરક્ષા ટીમે તેમને મદદરૂપ થઈ અને તાત્કાલિક કાર મારફતે હોસ્પિટલ સુધી પહોંચાડ્યા. ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ચિદમ્બરમને સહકાર્યકરો ઉંચકીને લઇ જઈ રહ્યા છે તે દૃશ્ય જોવા મળે છે.

કોંગ્રેસના વરિષ્ઠ સૂત્રોએ જણાવ્યું કે ડોક્ટરોએ તેમની તબિયત સ્થિર હોવાનું જણાવ્યું છે અને પૂરતી આરામની ભલામણ કરી છે. પાર્ટી તરફથી તેમના સ્વાસ્થ્ય અંગે નિયમિત અપડેટ આપવામાં આવશે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે ગુજરાતમાં ભવ્ય તૈયારીઓ

ગુજરાતમાં આ વખતનું કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે, જેમાં દેશભરના નેતાઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત છે. 8 એપ્રિલે આરંભેલા આ બે દિવસીય કાર્યક્રમમાં સામાજિક ન્યાય, રાષ્ટ્રીય એકતા અને સંગઠન અંગે મહત્વપૂર્ણ ઠરાવો પાસ થવાની સંભાવના છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img