STAMP DUTY : સ્ટેમ્પ ડ્યુટીના નવા નિયમોથી રાહતનો શ્વાસ, જાણો તમારા માટે શું બદલાયું
STAMP DUTY : ગુજરાત સરકારે સ્ટેમ્પ ડ્યુટીના કાયદામાં એવો મોટો ફેરફાર કર્યો છે જે સામાન્ય નાગરિકથી લઈ ઉદ્યોગકાર સુધીને સીધો ફાયદો આપે છે. મહેસૂલ વિભાગે જાહેર કરેલા નવા નિયમો 10 એપ્રિલ, 2025થી અમલમાં આવશે અને એ અંતર્ગત અનેક પ્રકારની ડ્યુટીમાં છૂટછાટ આપવામાં આવી છે.
શું બદલાયું છે?
વારસાની મિલકત હસ્તાંતરણ માટે માત્ર ₹200:
મૃત પુત્રીના સંતાનો પોતાની વારસાની હક માટે હવે ઓછામાં ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરી શકે છે.
લોન માટે ડ્યુટી પર ઘટાડો:
₹1 કરોડ સુધીની લોન માટે મહત્તમ ડ્યુટી ₹5,000
₹10 કરોડથી વધુ લોન માટે ₹15 લાખ
બેંક સંખ્યાની પરવા વગર લોન હોય તો પણ ડ્યુટી ₹75 લાખ સુધી

જામીનગીરી માટે ફિક્સ ડ્યુટી:
હવે વધારાની ગેરંટી માટે દરેક કિસ્સામાં ફક્ત ₹5,000 ચૂકવવાનો નિયમ રહેશે.
અલ્પકાલીન ભાડા કરાર પર નવું નિયમન:
રહેણાંક માટે ફિક્સ ₹500
કોમર્શિયલ માટે ફિક્સ ₹1000
ડ્યુટી ચુકવણીમાં મોડું – દંડ લાગુ:
સ્વૈચ્છિક ચુકવણી – મહત્તમ 4 ગણી રકમ
તંત્ર દ્વારા પકડાય તો – મહત્તમ 6 ગણી રકમ દંડ
બેંકો પર જવાબદારી:
લોનના દસ્તાવેજ માટે ડ્યુટી ન ભરાય તો બેંક જવાબદાર ગણાશે.
ડ્યુટી વગરના નકલ દસ્તાવેજ પર પણ વસૂલી:
હવે નકલ દસ્તાવેજથી પણ સરકાર સ્ટેમ્પ ડ્યુટી વસૂલી શકે છે.
શા માટે મહત્વપૂર્ણ છે આ સુધારા?
સરકારના આ પગલાથી મિલકત વ્યવહાર સરળ બનશે, નાણાકીય બોજ ઘટશે અને કાયદાકીય વિવાદોમાં ઘટાડો થશે. ખાસ કરીને આવાસલક્ષી લોન લેનાર માટે મોટા ફાયદા મળશે.



