Saurashtra University : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા ફી વૃદ્ધિ: નવા શૈક્ષણિક વર્ષથી 2.5 લાખથી વધુ વિદ્યાર્થીઓને લાગશે વધારાનો આર્થિક ભાર
Saurashtra University : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ શૈક્ષણિક વર્ષ 2025-26થી પરીક્ષા ફીમાં વધારો કરવાની જાહેરાત કરી છે. યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા મંજૂર કરાયેલા નિર્ણય અનુસાર, હવે વિદ્યાર્થીઓને પરીક્ષાની ફી રૂપિયામાં 30થી લઈને 200 સુધી વધુ ચૂકવવી પડશે. આ બદલાવથી કુલ અંદાજિત અઢી લાખ વિદ્યાર્થીઓ પર સીધી અસર થવાની સંભાવના છે.
20 વર્ષ બાદ પ્રથમ વખત વધારો
યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના OSD નિલેશ સોનીએ જણાવ્યું હતું કે, “અમે લગભગ 20 વર્ષ પછી પરીક્ષા ફી વધારવાનો નિર્ણય કર્યો છે અને તે પણ ખૂબ ન્યાયસંગત અને નિયમિત છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટે આ ફી વધારાને મંજૂરી આપી છે, અને તે આગામી શૈક્ષણિક વર્ષથી અમલમાં આવશે.”

તમામ ફેકલ્ટીઓમાં લાગુ થશે નવા દર
ફી વધારાનો લાભ યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓમાં લાગુ પડશે જેમાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, લો, એજ્યુકેશન તથા હ્યુમન રાઇટ્સના અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.
સામાન્ય અભ્યાસક્રમ જેવી કે B.A. અને B.Com. માટે ફી રૂ. 270માંથી વધારીને રૂ. 300 કરવામાં આવી છે.
જ્યારે MBA (બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ) જેવા વ્યવસાયલક્ષી અભ્યાસક્રમમાં ફી રૂ. 1000માંથી સીધી રૂ. 1200 કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓ માટે વધારાનો સીધો અર્થ
આ ફી વધારાથી વિદ્યાર્થીઓને હવે પહેલાં કરતા 10% જેટલો વધુ ખર્ચ કરવા પડશે. ખાસ કરીને ઉચ્ચ અભ્યાસક્રમોમાં ભણતા વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય આર્થિક દ્રષ્ટિએ મહત્ત્વનો રહેશે.



