1.2 C
London
Friday, November 21, 2025

Transport Vehicle Memo Toll Plaza Gujarat : ટ્રાન્સપોર્ટ વાહન ચલાવતા ડ્રાઈવરો માટે મહત્વની ચેતવણી: હવે ટોલ પ્લાઝા પરથી જ મેમો થશે જનરેટ

Transport Vehicle Memo Toll Plaza Gujarat : ટ્રાન્સપોર્ટ વાહન ચલાવતા ડ્રાઈવરો માટે મહત્વની ચેતવણી: હવે ટોલ પ્લાઝા પરથી જ મેમો થશે જનરેટ

Transport Vehicle Memo Toll Plaza Gujarat : રાજ્યમાં ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન સુનિશ્ચિત કરવા માટે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ ઓફિસ દ્વારા એક નવા પગલાં લેવાયા છે. હવે ટોલ પ્લાઝા પરથી પસાર થતા ટ્રાન્સપોર્ટ વાહનો માટે ઈ-ડિટેક્શન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જેના માધ્યમથી, જો કોઈ વાહનના PUC, ફિટનેસ, ઈન્સ્યોરન્સ કે પરમિટની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હશે તો, ટોલ પાર કરતા જ આ માહિતી પોર્ટલમાં આવશે અને તરત જ મેમો જનરેટ થઈ જશે.

અમદાવાદના ઈન્ચાર્જ આરટીઓ નીરવ બક્ષીએ જણાવ્યું કે, રાજ્યભરના તમામ ટોલ નાકાઓને આ નવી સિસ્ટમ સાથે જોડી દેવામાં આવ્યા છે. હવે આરટીઓના નિયમોનું ઉલ્લંઘન કરતી ટ્રાન્સપોર્ટ ગાડીઓ ટોળપકડીમાં નહીં આવે, પરંતુ સીધા પકડાશે.

શું છે ઈ-ડિટેક્શન પોર્ટલ?

આ પોર્ટલ ખાસ કરીને ટ્રાન્સપોર્ટ વાહનો માટે બનાવવામાં આવ્યું છે, જ્યાં ટોલ નાકા પરથી પસાર થતા વાહનોની વિગતો ઓટોમેટિક્લી અપલોડ થશે. જો ડ્રાઈવર પાસે ફરજિયાત દસ્તાવેજો જેમ કે આરસી, લાયસન્સ, PUC, ઈન્સ્યોરન્સ, પરમિટ અથવા ફિટનેસ પ્રમાણપત્રમાંની કોઈ પણ માહિતી અધૂરિ હશે, તો તેને લઈને મેમો સીધો પોર્ટલ મારફતે જનરેટ થશે.

Transport Vehicle Memo Toll Plaza Gujarat

ટ્રાન્સપોર્ટ ચલાવતા માટે જરૂરી દસ્તાવેજો:

આરસી બુક

ડ્રાઈવિંગ લાઈસન્સ

પીયુસી (પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર)

ઈન્સ્યોરન્સ

પરમિટ

ફિટનેસ સર્ટિફિકેટ

નિયમોનું પાલન નહીં કરો તો ટોલથી જ મળશે દંડ

નવો નિયમ સ્પષ્ટ કરે છે કે હવે કોઈ પણ વાહનધારક નિયમ તોડે તો તેને શોધવા માટે પોલીસની જરૂર નહીં રહે – ટેક્નોલોજી ખુદ તેની જાણ કરશે. ખાસ કરીને ટ્રાન્સપોર્ટ વાહનો હવે વધુ છૂટછાટ નહીં માણી શકે. સગવડ માટે લાગેલા ટોલ હવે નિયમ ભંગ સામે મોટુ પગથિયું બનશે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img