Anant Ambani Dwarka news: રામનવમીના પાવન દિવસે અનંત અંબાણીએ પૂર્ણ કરી પદયાત્રા, માતાએ ગૌરવભેર કહ્યું: “મારું હૃદય આનંદથી છલકી ઊઠ્યું”
Anant Ambani Dwarka news: આજનો પવિત્ર દિવસ રામનવમીનો, અને સાથે અનંત અંબાણિના જીવનનો પણ એક મહત્વપૂર્ણ ક્ષણનો દિવસ સાબિત થયો છે. અનંત અંબાણીએ પોતાના જન્મદિવસે માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા સાથે દ્વારકાધીશ મંદિરે મંગળા આરતીમાં હાજરી આપી. આજે તેમણે જામનગરથી દ્વારકા સુધીની પદયાત્રા પૂર્ણ કરી.
માતા નીતા અંબાણીએ આ અવસરે ભાવુકતા વ્યક્ત કરતા કહ્યું, “મારું હૃદય ગૌરવથી છલકાઈ ગયું છે. અનંતે રામનવમીના પાવન દિવસે જે પદયાત્રા પૂરી કરી છે તે આપણાં સંસ્કૃતિ અને શ્રદ્ધાનો જીવંત દાખલો છે. છેલ્લાં 10 દિવસથી, અનેક યુવાનો તેના સાથે જોડાઈને ભક્તિભાવે યાત્રા કરી રહ્યા હતા, તે સૌને હું અભિનંદન આપું છું. દ્વારકાધીશના આશીર્વાદસહીત, મુકેશ અને હું દરેક યુવાન માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ.”

પદયાત્રા દરમિયાન અનંત અંબાણીએ હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને દેવી સ્તોત્રનો નિયમિત જાપ કર્યો. દ્વારકાધીશના દર્શન બાદ મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું, “આજે મારા જીવનનો ખૂબ વિશેષ દિવસ છે. પદયાત્રાના અંતિમ દિવસે, ભગવાનના આશીર્વાદ મળ્યા. તમારા સૌના પ્રેમ અને સાથ માટે હું કૃતજ્ઞ છું. જય દ્વારકાધીશ!”
પત્ની રાધિકા અંબાણીએ ઉમેર્યું, “અનંતે લગ્ન પછી આ યાત્રા કરવાનો સંકલ્પ લીધો હતો. આજે અહીં તેમના 30મા જન્મદિવસે અમે તેમની સાથે છું એ અમારું ભાગ્ય છે. યાત્રા સફળ રહે એ માટે દુઆ કરનારા સૌનો હું દિલથી આભાર માનું છું.”
દ્વારકાધીશના નગરમાં ભક્તિની લહેર સાથે આજે રામનવમી અને અનંત અંબાણીની પદયાત્રા એક અદ્વિતીય આધ્યાત્મિક પળ બની રહી.



