Sant Surdas Scheme : ગુજરાત સરકારની સંત સુરદાસ યોજના: મહિને ₹1,000 સહાય, કોણ લઈ શકે છે લાભ? જાણો સંપૂર્ણ માહિતી
Sant Surdas Scheme : ગુજરાત સરકારે દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે એક મહત્વપૂર્ણ અને માનવીય અભિગમ ધરાવતી યોજના શરૂ કરી છે – સંત સુરદાસ યોજના. આ યોજના માત્ર નાણાકીય સહાય પૂરું પાડતી નથી, પરંતુ દિવ્યાંગો માટે આત્મવિશ્વાસ અને આત્મનિર્ભર જીવન તરફનો માર્ગ પણ મોકળો કરે છે.
શું છે સંત સુરદાસ યોજના?
સંત સુરદાસ યોજના અંતર્ગત રાજ્યના એવા દિવ્યાંગ લોકો જેની 60% અથવા તેથી વધુ અપંગતા છે, તેમને દર મહિને રૂ. 1,000 ની નાણાકીય સહાય આપવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે. અગાઉ 80% અપંગતાની શરત હતી, પરંતુ હવે તેને ઘટાડીને 60% કરી દેવામાં આવી છે, જેથી વધુ લોકોને લાભ મળી શકે.
યોજનાના મુખ્ય લક્ષણો:
દર મહિને ₹1,000 DBT દ્વારા સીધા બેંક ખાતામાં જમા થાય છે.
આ યોજના માટે BPL કાર્ડ અથવા વય મર્યાદાની કોઈ જરૂર નથી.
બાળકો (0-17 વર્ષ) માટે પણ હવે આ સહાય ઉપલબ્ધ છે.
2024-25 માં 45,788 લોકોએ યોજનાનો લાભ લીધો છે.
2025-26 ના બજેટ માટે રાજ્ય સરકારે ₹99 કરોડ ફાળવ્યા છે.
લાભાર્થી માટેની પાત્રતા:
60% કે તેથી વધુ અપંગતા હોવી જોઈએ
ગુજરાત રાજ્યના નિવાસી હોવું જરૂરી
યોજના માટે અરજી કરતી વખતે માન્ય મેડિકલ સર્ટિફિકેટ હોવું જોઈએ

યોજનાનો હેતુ શું છે?
દિવ્યાંગ વ્યક્તિઓને આત્મનિર્ભર બનાવવા
તેમની રોજિંદી જરૂરિયાતોને પૂરી પાડવા માટે આર્થિક સહાય
સમાજમાં સન્માનજનક જીવન જીવવા માટે એક મજબૂત પાયો તૈયાર કરવો
અરજી કેવી રીતે કરવી?
આ યોજનામાં જોડાવા માટે જિલ્લા કલેક્ટર કચેરી, તાલુકા મામલતદાર કચેરી કે ઈ-ગ્રામ સેન્ટર પર જઇને અરજી કરી શકાય છે. એપ્લિકેશન ફોર્મ, આવશ્યક દસ્તાવેજો અને મેડિકલ સર્ટિફિકેટ સાથે સબમિટ કરવું પડે છે.



