3.6 C
London
Thursday, November 20, 2025

Gujarat News : ગુજરાત સરકારનો મોટો નિર્ણય: NA વિના જમીન ધરાવનારા માલિકો માટે રાહત

Gujarat News : ગુજરાત સરકારનો મોટો નિર્ણય: NA વિના જમીન ધરાવનારા માલિકો માટે રાહત

Gujarat News :  ગુજરાત સરકારે ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) બિલ, 2025 વિધાનસભામાં પસાર કર્યું છે, જે NA વગરની જમીન માટે મોટા ફેરફારો લાવશે. રાજ્યના લાખો નાગરિકો માટે આ કાયદો લાભદાયી બનશે, કારણ કે હવે તેઓ કાયદેસર રીતે તેમના ઘરોના દસ્તાવેજ મેળવી શકશે.

શું છે મુખ્ય સુધારા?

  NA વગરના મકાનમાલિકો દંડ કે પ્રીમિયમ ચૂકવીને દસ્તાવેજ મેળવી શકશે.
કાયદેસર પરવાનગી વિના બાંધકામ કરનારા પણ તેમની મિલકતને કાયદેસર બનાવી શકશે.
કાયદાની અનિશ્ચિતતા અને ન્યાયલયી વિવાદો દૂર થશે.

સરકારી જમીન પરનો મુદ્દો

વિધાનસભામાં કોંગ્રેસના નેતાઓ દ્વારા ઉઠાવાયેલા પ્રશ્નોના જવાબમાં રાજ્ય સરકારે સ્પષ્ટતા આપી કે સરકારી અથવા ગૌચર જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરનારા બિલ્ડરો માટે આ બિલ કોઈ રાહત આપતું નથી.

મુખ્ય હેતુ:

આ કાયદાનું મુખ્ય ઉદ્દેશ્ય તેમને સુરક્ષા આપવાનું છે, જેમણે ભૂલથી અથવા અજાણતામાં જમીન ખરીદી અને બાંધકામ કર્યું હતું.

 ગુજરાતમાં NA વગરની જમીન ધરાવતા લાખો પરિવારોએ હવે કાયદેસર દસ્તાવેજ મેળવવાની તક મળશે, જેનાથી તેઓને ભવિષ્યમાં જમીન સંબંધિત કોઈપણ સમસ્યા ન થાય.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img