Vikram Thakor Politics: અરવિંદ કેજરીવાલ અને વિક્રમ ઠાકોરની વાતચીતને લઈને રાજકીય ચર્ચાઓ તેજ, વિક્રમ ઠાકોરે આપ્યું મોટું નિવેદન
Vikram Thakor Politics: ગુજરાતી સુપરસ્ટાર વિક્રમ ઠાકોર રાજકારણમાં પ્રવેશ કરશે? આ પ્રશ્ને સોશિયલ મીડિયા પર તોફાન મચાવ્યું છે. અહેવાલો મુજબ અરવિંદ કેજરીવાલે તેમને ફોન કર્યો હતો અને દિલ્હી મળવા આમંત્રણ આપ્યું હતું. જ્યારે આ મુદ્દો ગરમાયો, ત્યારે વિક્રમ ઠાકોરે પોતાની સ્પષ્ટતા આપી અને રાજકીય જોડાણ અંગે મોટો ખુલાસો કર્યો.
વિધાનસભા ગૃહમાં આમંત્રણ અને વિવાદ
વિકાસ સંદર્ભે ગુજરાતના કલાકારોને વિધાનસભા ગૃહની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે, વિક્રમ ઠાકોરે સરકાર પર આક્ષેપ કર્યા કે થાકોર સમાજના કલાકારો સહિત કેટલાક સમુદાયોની અવગણના થઈ છે. આ મુદ્દે તેમણે ખુલ્લી નારાજગી વ્યક્ત કરી અને ગાંધીનગરમાં વિશેષ સંમેલન પણ યોજ્યું.

કેજરીવાલ સાથે વાતચીતનું સત્ય શું?
વિક્રમ ઠાકોરે ખુદ આ મુદ્દે નિવેદન આપ્યું કે, ‘જ્યારે ઈસુદાન ગઢવી દિલ્હી ગયા હતા, ત્યારે તેમણે મારી વાત કેજરીવાલ સાથે કરાવી હતી. કેજરીવાલે માત્ર એટલું કહ્યું કે જ્યારે પણ તમે દિલ્હી આવો ત્યારે મળવા આવજો. તેનાથી વધુ કંઈ નહીં.’
રાજકારણમાં જોડાવાની યોજના છે?
આ મામલે વિક્રમ ઠાકોરે સ્પષ્ટતા કરતાં કહ્યું, ‘હું રાજકારણમાં જોડાવાનો કોઈ ઈરાદો રાખતો નથી. મારા માટે માત્ર સમાજની સેવા મહત્વની છે. મારા માટે વ્યક્તિગત સન્માન મહત્વનું નથી, પણ દરેક કલાકારનું સન્માન થાય એ જરૂરી છે.’



