gujarat news : ગુજરાતમાં ઔદ્યોગિક તાલિમમાં મોટો વિકાસ: 150 થી વધુ અભ્યાસક્રમો કાર્યરત, 695 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો
gujarat news : ગુજરાત વિધાનસભાના અંતિમ દિવસે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ઔદ્યોગિક તાલિમ સંસ્થાઓ (ITI) માં ચાલી રહેલા અભ્યાસક્રમો પર ચર્ચા થઈ. આ સંદર્ભે શ્રમ અને રોજગાર પ્રધાન બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, રાજ્યની ITI સંસ્થાઓમાં પહેલાં માત્ર 4 અભ્યાસક્રમો ઉપલબ્ધ હતા, જ્યારે હવે 150થી વધુ અભ્યાસક્રમો શરૂ કરાયા છે.
આધુનિક અભ્યાસક્રમો સાથે નવી દિશા
વિધાનસભા ગૃહમાં પ્રધાન બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, ગુજરાતે આધુનિક ટેક્નોલોજી અને ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કૌશલ્ય વિકાસમાં મહત્ત્વના પગલાં ભર્યા છે. અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ ગુજરાતે આગામી 10 વર્ષ માટે કૌશલ્યમાનવ બળની માંગને પૂરી કરવા માટે દેશની પ્રથમ “કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી”ની સ્થાપના કરી છે, જેમાં અનેક નવી તાલીમયોજનાઓ સામેલ છે.
ગુજરાતમાં 695 વિદ્યાર્થીઓને પ્રવેશ
તેમણે વધુમાં જણાવ્યું કે, વિવિધ ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકાર સતત નવા અભ્યાસક્રમો ઉમેરવાની યોજના બનાવી રહી છે. પોરબંદર જિલ્લામાં કાર્યરત વિવિધ ITI સંસ્થાઓમાં કુલ 25 ટ્રેડ ચાલુ છે. જેમાં:

કુતિયાણા ITI: 8 ટ્રેડ
પોરબંદર ITI: 10 ટ્રેડ
રાણાવાવ ITI: 7 ટ્રેડ
આ ITI સંસ્થાઓમાં 2024 દરમિયાન કુલ 695 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે.
ગુજરાતમાં ઉદ્યોગોની જરૂરિયાતો મુજબ ITI અભ્યાસક્રમોને આધુનિક બનાવીને કૌશલ્ય વિકાસ માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.



