Underwater Archaeology: દ્વારકાના ભૂતકાળ પર પ્રકાશ પાડવા અન્ડરવોટર સંશોધન: ગોમતી નદી પાસે ડાઈવિંગ ઓપરેશન શરૂ
Underwater Archaeology : આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ દ્વારકાના ઇતિહાસને ઊંડાણપૂર્વક સમજવા માટે અન્ડરવોટર સંશોધન શરૂ કર્યું છે. વિભાગના વડા આલોક ત્રિપાઠીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે દ્વારકા અને બેટ દ્વારકામાં સંશોધન માટે વિશિષ્ટ અન્ડરવોટર આર્કિયોલોજી વિંગની રચના કરવામાં આવી છે.
પ્રથમ તબક્કામાં ગોમતી નદીના મુખ પાસે ડાઈવિંગ ઓપરેશન હાથ ધરાયું છે, જે દ્વારકાના ભૂતકાળના રહસ્યોને ઉકેલવા માટે મદદરૂપ બનશે.
દ્વારકાના સંશોધનનો ઇતિહાસ
દ્વારકામાં સંશોધન કાર્ય 1979માં શરૂ થયું હતું. 2005-07 દરમિયાન લેન્ડ અને વોટર વિભાગમાં વિશાળ અભ્યાસ હાથ ધરાયો, જેમાં 2 નોટિકલ માઈલ વિસ્તારનું સર્વેક્ષણ કરાયું. મર્યાદિત સંસાધનોને કારણે માત્ર 50×50 મીટરના વિસ્તારમાં ખોદકામ થઈ શક્યું.
હવે, અન્ડરવોટર આર્કિયોલોજીકલ વિંગની રચના સાથે દ્વારકાના ઇતિહાસને વધુ ઉંડાણપૂર્વક સમજવા પ્રયાસ થઈ રહ્યો છે.

ત્રણ ટીમ દ્વારા ગહન સંશોધન
દ્વારકાના દરિયાઈ વિસ્તારમાં ત્રિસ્તરીય સંશોધન ચાલી રહ્યું છે. હાલમાં ત્રણ ટીમ કાર્યરત છે – બે બેટ દ્વારકામાં અને એક દ્વારકામાં. અદ્યતન ટેક્નોલોજી દ્વારા દરિયાઈ તળિયે સંશોધન થઈ રહ્યું છે.
દ્વારકાને વૈશ્વિક સ્તરે જાણીતું બનાવવાનો સરકારનો પ્રયાસ
આ સંશોધન કાર્ય દ્વારકાના ઐતિહાસિક વારસાને વિશ્વફલક પર રજૂ કરવા માટે છે. ભવિષ્યમાં સમુદ્રમાં ડૂબેલી દ્વારકાને જોવા માટે અન્ડરવોટર વ્યૂઈંગ ગેલેરી બનાવવાની પણ યોજના છે.
દ્વારકાનું રહસ્ય ઉકેલવાનું મહત્વપૂર્ણ સંશોધન
આ અભિયાન દ્વારકાના ઇતિહાસ માટે ક્રાંતિસપ્ત સાબિત થઈ શકે છે. ટૂંક સમયમાં, દ્વારકાના દરિયાઈ તળિયે વસવાટની નવી શોધ થઈ શકે છે, જે ભારતના ઐતિહાસિક વારસાને વધુ ઊંડાણ આપે.



