6.9 C
London
Friday, November 21, 2025

Dholera International Airport: અમદાવાદ નજીક ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, જાણો ક્યારે થશે કાર્યરત

Dholera International Airport: અમદાવાદ નજીક ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, જાણો ક્યારે થશે કાર્યરત

Dholera International Airport: ગુજરાતના ધોલેરા શહેરમાં 3500 એકરથી વધુ વિસ્તારમાં ધોલેરા ઇન્ટરનેશનલ અને ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવામાં આવી રહ્યો છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા, ગુજરાત સરકાર અને ધોલેરા ઇન્ટરસિટિ એરપોર્ટ કંપની લિમિટેડ (DIACL) ના સહયોગથી વિકસાવવામાં આવી રહ્યો છે.

રાજ્યના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ

ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્યમાં અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, જે રાજ્યના ઔદ્યોગિક વિકાસને વેગ આપશે. ધોલેરા શહેરના વિકાસ સાથે બિઝનેસ કોમ્પ્લેક્સ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિશિષ્ટ ઉદ્યોગો માટે વિશાળ તક ઉદ્ભવી રહી છે.

વિશાળ એરપોર્ટ કે જે DSIR ને જોડશે

ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ 3500 એકરથી વધુ વિસ્તારમાં વિકસાવવામાં આવી રહ્યો છે. આ એરપોર્ટ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન (DSIR) માટે મહત્વપૂર્ણ બનશે.

સ્થાન: અમદાવાદથી 80 કિમી દૂર, DSIR થી 20 કિમી દૂર

સૌથી મોટું ફીચર: 3,200 મીટર લાંબા બે રનવે, જેમાંથી એક A380 જેવા વિશાળ વિમાનો સંચાલિત કરી શકશે

અન્ય સુવિધાઓ:

ટેક્સીવે અને એપ્રોન

ATC ટાવર

પેસેન્જર અને કાર્ગો ટર્મિનલ

હરિયાળું અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર

Dholera International Airport

ક્યારે પૂર્ણ થશે પ્રોજેક્ટ?

ફર્સ્ટ ફેઝ: માર્ચ 2026 સુધીમાં પૂરો થશે

પ્રોજેક્ટ માટે બજેટ: રૂ. 1,305 કરોડ

EPC કોન્ટ્રાક્ટ: જાન્યુઆરી 2024 માં, DIACL દ્વારા યશાનંદ એન્જિનિયર્સ એન્ડ કોન્ટ્રાક્ટર્સ ને રૂ. 333 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો

બાંધકામની સમયમર્યાદા: 18 મહિના

ધોલેરા એરપોર્ટના ફાયદા

સિંગાપુર, દુબઈ અને લંડન જેવા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રૂટ્સ માટે મહત્વપૂર્ણ હબ

દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરિડોર (DMIC) માટે કી-લોકેશન

અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરનો બોજ ઘટશે

લોજિસ્ટિક્સ અને કાર્ગો પરિવહન માટે મોટી તકો

આ પ્રોજેક્ટ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવો વેગ આપશે. માર્ચ 2026 પછી ધોલેરા એરપોર્ટ operational બનશે, જે ગુજરાતના વૈશ્વિક કનેક્શન માટે એક મજબૂત પગલું સાબિત થશે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img