3.4 C
London
Friday, November 21, 2025

Sangeeta Barot Resignation: ધોરાજી નગરપાલિકાની મહિલા પ્રમુખે 13 દિવસમાં રાજીનામું આપ્યું – દારૂ અને હુક્કાના વીડિયો વાયરલ થયા

Sangeeta Barot Resignation: ધોરાજી નગરપાલિકાની મહિલા પ્રમુખે 13 દિવસમાં રાજીનામું આપ્યું – દારૂ અને હુક્કાના વીડિયો વાયરલ થયા

Sangeeta Barot Resignation: ગુજરાતના ધોરાજી નગરપાલિકાની મહિલા પ્રમુખ સંગીતા બારોટએ માત્ર 13 દિવસમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ પગલું તેમના દારૂ અને હુક્કા સાથેના ફોટા અને વીડિયો વાયરલ થયા પછી લેવાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ મામલે રાજકીય ગરમાવો પણ વધ્યો છે.

વિવાદ અને રાજીનામું

સંગીતા બારોટે ભાજપ તરફથી ચૂંટાઈને નગરપાલિકાના પ્રમુખ પદની જવાબદારી સંભાળી હતી, પરંતુ દારૂ અને હુક્કા સાથેના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટાઓને કારણે વિવાદ ઊભો થયો. વિપક્ષ દ્વારા આ મામલે ભાજપ પર આક્રમક પ્રહાર કરવામાં આવ્યા. જેના પરિણામે, પ્રદેશ ભાજપના નિર્દેશ બાદ સંગીતા બારોટે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. કલેક્ટરને મોકલેલા પત્રમાં તેમણે લખ્યું કે તેઓ મ્યુનિસિપલ પ્રમુખ તરીકેની જવાબદારીઓ સંભાળવામાં અસમર્થ છે, તેથી રાજીનામું આપી રહ્યા છે.

વિડિયો વાયરલ અને વિવાદ

સંગીતા બારોટનો ઇન્સ્ટાગ્રામ પરનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે દારૂની બોટલ સાથે અને હુક્કા પીતાં જોવા મળ્યા હતા. આ વીડિયો સામે આવતાં જ રાજકીય દળોમાં ગરમાવો વધ્યો હતો. ભારતીય જનતા પાર્ટીની છબી પર પડતાં પ્રભાવને જોતા, પ્રદેશ અને જિલ્લા સ્તરે તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો અને સંગીતા બારોટે રાજીનામું આપ્યું.

ભાજપની પસંદગી પ્રક્રિયા પર સવાલ

આ ઘટનાથી ગુજરાતમાં ભાજપની પસંદગી પ્રક્રિયા પર પણ સવાલો ઉભા થયા છે. ખાસ કરીને, સંગીતા બારોટની નિમણૂક પહેલાં પણ તેમના હુક્કા અને દારૂના ફોટા વાયરલ થયા હતા, તેમ છતાં તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા. વધુમાં, તેમના એક જૂના નિવેદન, જેમાં તેમણે પીએમ મોદીને ગુજરાતનો મુખ્યમંત્રી કહ્યું હતું, એ પણ ચર્ચાનો વિષય બન્યું.

Sangeeta Barot Resignation

વોર્ડ-9માંથી ચૂંટાઈ આવ્યા હતા

સંગીતા બારોટે ફેબ્રુઆરી 2024માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ધોરાજીના વોર્ડ-9માંથી જીત મેળવી હતી. તેના પરિણામે તેમને નગરપાલિકાની પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

સોશિયલ મીડિયા પ્રભાવ

સંગીતા બારોટના ઇન્સ્ટાગ્રામ પર 1 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેઓ પીએમ મોદી સહિત 25 જેટલા લોકોને ફોલો કરે છે. તેઓ અવાર-નવાર પોતાના વોર્ડના વિકાસ અને મુલાકાતની માહિતી શેર કરતાં હતા. viraal થયેલા વિવાદાસ્પદ ફોટા અને પોસ્ટસ બાદ, હવે તેમણે સોશિયલ મીડિયામાંથી કેટલાક કન્ટેન્ટ હટાવ્યા છે.

ધોરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે સંગીતા બારોટના વિવાદિત રાજીનામાથી માત્ર સ્થાનિક નહીં, પણ રાજકીય સ્તરે પણ ભારે ચર્ચાઓ સર્જાઈ છે. ભાજપ માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે, અને પસંદગી પ્રક્રિયા અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img