2.7 C
London
Friday, November 21, 2025

194 Indian Fishermen Still In Pak Jails : પાક. જેલોમાં 194 ભારતીય માછીમારો કેદ, 123 ગુજરાતના – મુક્તિ માટે સરકારના પ્રયાસો

194 Indian Fishermen Still In Pak Jails : પાક. જેલોમાં 194 ભારતીય માછીમારો કેદ, 123 ગુજરાતના – મુક્તિ માટે સરકારના પ્રયાસો

194 Indian Fishermen Still In Pak Jails: રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ કેન્દ્ર સરકાર સમક્ષ પાકિસ્તાની જેલોમાં કેદ ભારતીય માછીમારો અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. વિદેશ રાજ્યમંત્રી કિર્તીવર્ધનસિંહે આ અંગે રાજ્યસભામાં આપેલા જવાબમાં જણાવ્યું હતું કે હાલમાં 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલોમાં કેદ છે, જેમાંથી 123 માછીમારો ગુજરાતના છે.

આ 123 માછીમારોમાં:

33 માછીમારો 2021થી કેદ છે.
68 માછીમારો 2022થી જેલમાં છે.
9 માછીમારો 2023માં અને 13 માછીમારો 2024માં પાકિસ્તાની તંત્ર દ્વારા પકડાયા હતા.

ભારત-પાકિસ્તાન વચ્ચે કેદીઓની યાદીની આપ-લે પ્રક્રિયા

વિદેશ રાજ્યમંત્રીના જણાવ્યા અનુસાર, ભારત અને પાકિસ્તાન દર વર્ષે 1લી જાન્યુઆરી અને 1લી જુલાઈએ જેલમાં કેદ એકબીજાના નાગરિકોની યાદી આપતા-લેતા હોય છે. 1 જાન્યુઆરી, 2025ના રોજ પાકિસ્તાને આપેલી યાદી અનુસાર, 217 ભારતીય માછીમારો તેમની જેલોમાં કેદ હતા. ત્યારબાદ, એક માછીમારનું અવસાન થયું અને 22 માછીમારોને મુક્ત કરી ભારતને સોંપી દેવામાં આવ્યા.

194 Indian Fishermen Still In Pak Jails

માછીમારોની સુરક્ષા અને મુક્તિ માટે સરકારના પ્રયાસો

વિદેશ રાજ્યમંત્રીના નિવેદનમાં જણાવવામાં આવ્યું કે ભારત સરકાર માછીમારોના હિત અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. જેમ જ પાકિસ્તાન કોઈ ભારતીય માછીમારને પકડે, તેમ જ ઈસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસ તેમની મુક્તિ માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરે છે.

પાકિસ્તાન સરકાર સમક્ષ ભારતીય રાજદૂત માછીમારો સાથે મુલાકાતની માગણી કરે છે.
કાનૂની સહાય, હક્કની લડત અને માનવતાવાદી દૃષ્ટિકોણથી તેમને વહેલીતકે સ્વદેશ પરત મોકલવા માટે પ્રયત્નો કરવામાં આવે છે.
આ મુદ્દો સતત દ્વિપક્ષીય મંચો પર ઉઠાવવામાં આવે છે.

194 Indian Fishermen Still In Pak Jails

ભારત-પાકિસ્તાન કેદીઓ માટેની 2008ની સંધિ

‘ઈન્ડિયા-પાકિસ્તાન એગ્રિમેન્ટ ઓન કોન્સ્યુલર એક્સેસ – 2008’ મુજબ, બંને દેશોએ જેલમાં કેદ નાગરિકોની મુલાકાત, તેઓની હાલત અને મુક્તિ માટે એક નક્કી પ્રક્રિયા અપનાવવી પડે છે.

India-Pakistan Judicial Committee on Prisoners (બંને દેશોની હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશો દ્વારા રચાયેલ સમિતિ) કેદીઓને વહેલીતકે મુક્ત કરવા માટે ભલામણ કરે છે.
આ સમિતિ 2008 પછી અત્યાર સુધી 7 બેઠકો યોજી ચૂકી છે.

માછીમારો માટે સરકારની રાહત યોજનાઓ

માછીમારોના કલ્યાણ માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ સહાય યોજનાઓ ચલાવવામાં આવે છે.

કેન્દ્ર સરકારના માછીમારી વિભાગ અને પશુ સંવર્ધન મંત્રાલય દ્વારા વિવિધ ફ્લેગશીપ યોજનાઓ કાર્યરત છે.
ગુજરાત સરકાર પણ પાકિસ્તાની જેલમાં કેદ કરાયેલા માછીમારોના પરિવારજનોને નાણાકીય સહાય પૂરી પાડે છે.
માછીમારોના હિતમાં તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને તેઓની વહેલીતકે મુક્તિ થાય, એ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img