Dholera Expressway : ગુજરાતમાં ધોલેરા એક્સપ્રેસવેનું બાંધકામ ઝડપ પર, મે 2025 સુધી પૂર્ણ થવાની શક્યતા
Dholera Expressway : ધોલેરા એસઆઈઆર (Dholera SIR) વિકસિત થવાની પ્રક્રિયા ગતિશીલ બની રહી છે, જેમાં ધોલેરા એક્સપ્રેસવે (Dholera Expressway)નું બાંધકામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માએ આ પ્રોજેક્ટ અંગેની વિગતો રજૂ કરી હતી.
મંત્રીએ જણાવ્યું હતું કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેના બાંધકામ માટે આશરે 35 લાખ ઘન મીટર રિસાયકલ વેસ્ટનો ઉપયોગ કરવામાં આવશે. 109 કિમી લાંબી આ એક્સપ્રેસવેની કામગીરી મે 2025 સુધીમાં પૂર્ણ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
સુપરફાસ્ટ એક્સપ્રેસવે સાથે પર્યાવરણને પ્રાથમિકતા
25,000 જેટલા વાહનોની અવરજવરની ક્ષમતા ધરાવતા આ એક્સપ્રેસવે પર 120 કિ.મી. પ્રતિ કલાકની મહત્તમ ગતિ નક્કી કરવામાં આવી છે.
એક્સપ્રેસ-વેની બંને બાજુ 97.19 હેક્ટર વિસ્તારમાં 97,195 વૃક્ષોનું વાવેતર થશે.
4.50 મીટર x 7 મીટરના વાઇલ્ડલાઇફ ક્રોસિંગની સુવિધા પણ વિકસાવવામાં આવશે.

ભવિષ્યની જરૂરિયાતો માટે વિસ્તરણની શક્યતા
આ એક્સપ્રેસ-વેને ચાર-લેનમાંથી બાર-લેન સુધી વિસ્તૃત કરવાની પણ સુવિધા ઉપલબ્ધ રહેશે. સાથે જ અડાલજ સહિત વિવિધ સ્થળોએ ક્લોવરલીફ ઈન્ટરચેન્જ બનાવીને સ્થાનિક કનેક્ટિવિટી વધુ મજબૂત કરવામાં આવશે.
SIR સાથે રેલ કનેક્ટિવિટી પણ થશે વધુ મજબૂત
ભીમનાથથી ધોલેરા SIR સુધી ફ્રેઇટ રેલવે બાંધવાની યોજના બનાવવામાં આવી છે.
અમદાવાદ-ધોલેરા મેટ્રો રેલ ટ્રાન્સપોર્ટ યોજના પર પણ પ્રગતિ થઈ રહી છે.
8 લાખ જેટલી રોજગારીની તકો સર્જાવાની અપેક્ષા
પોલિકેબ દ્વારા ઇલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ ઉત્પાદન યુનિટ અને
ટાટા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રા. લિ. દ્વારા ભારતની પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટી ઊભી કરવામાં આવી રહી છે.
આ સંપૂર્ણ પ્રોજેક્ટ ગુજરાતમાં 8 લાખ જેટલી રોજગારીના અવસર ઊભા કરશે.
ગુજરાતમાં ધોલેરા એક્સપ્રેસવે માત્ર એક ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ નહીં, પણ ભવિષ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારીના વિકાસ માટે મહત્વનું પગલું સાબિત થશે.



