1.4 C
London
Thursday, November 20, 2025

Torrent Buys Gujarat Titans: ગુજરાત ટાઇટન્સમાં ટોરેન્ટ ગ્રુપનો દબદબો, 67% હિસ્સો હસ્તગત

Torrent Buys Gujarat Titans: ગુજરાત ટાઇટન્સમાં ટોરેન્ટ ગ્રુપનો દબદબો, 67% હિસ્સો હસ્તગત

Torrent Buys Gujarat Titans: ટોરેન્ટ ગ્રૂપ, જે આરોગ્ય અને ઉર્જા ક્ષેત્રે મજબૂત હાજરી ધરાવે છે, તેણે હવે ક્રિકેટ જગતમાં પણ પોતાની ઉપસ્થિતિ મજબૂત બનાવી છે. ટોરેન્ટ ગ્રૂપે બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) અને અન્ય સંબંધિત સંસ્થાઓની મંજૂરી મેળવ્યા બાદ ગુજરાત ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીનો 67% હિસ્સો હસ્તગત કરી લીધો છે. અગાઉ 12 ફેબ્રુઆરી, 2025 ના રોજ ટોરેન્ટ અને ઇરેલિયા કંપની પી.ટી.ઈ. લિમિટેડ (“ઇરેલિયા”) વચ્ચે આ કરારની જાહેરાત કરવામાં આવી હતી.

ટોરેન્ટ ગ્રૂપની મોટું રોકાણ

IPL ની સૌથી યુવા અને સફળ ફ્રેન્ચાઇઝી ગણાતા ગુજરાત ટાઇટન્સ હવે ટોરેન્ટ ગ્રૂપના વિસ્તૃત વ્યવસાય અનુભવ અને સંસાધનોનો લાભ ઉઠાવી શકશે. આ સંપાદન સાથે, ફ્રેન્ચાઇઝી ભવિષ્યમાં વધુ મજબૂત કામગીરી, ચાહકો સાથે સશક્ત જોડાણ અને વેપાર વૃદ્ધિ માટે સક્રિયપણે કામ કરશે. CVC દ્વારા સંચાલિત ઇરેલિયા 33% લઘુમતી હિસ્સો જાળવી રાખશે અને ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલી રહેશે.

ગુજરાત ટાઇટન્સ માટે નવા સંભાવનાઓ

IPL ના ઇતિહાસમાં માત્ર બે વર્ષમાં જ એક ચેમ્પિયનશિપ અને એક રનર્સ-અપનું સન્માન મેળવનાર ગુજરાત ટાઇટન્સ માટે ટોરેન્ટ ગ્રૂપનો મજબૂત ટેકો એક નવાં યૂગની શરૂઆત સમાન છે. ટોરેન્ટ ગ્રૂપે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ટીમના વિકાસ અને સફળતાને આગળ વધારવા માટે તમામ જરૂરી પગલાં ભરશે.

Torrent Buys Gujarat Titans

ટોરેન્ટ ગ્રૂપની માહિતી

ટોરેન્ટ ગ્રૂપ એક અગ્રણી વ્યાપાર ગૃપ છે, જે ફાર્માસ્યુટિકલ્સ, ઉર્જા, ગેસ વિતરણ અને હવે ઇલેક્ટ્રિકલ્સ અને ડાયગ્નોસ્ટિક્સ ક્ષેત્રે પણ મજબૂત પ્રવૃત્તિ ધરાવે છે. તેની બજાર મૂડી રૂ. 2 લાખ કરોડથી વધુ છે અને આ ગ્રૂપ 25,000 થી વધુ લોકોને રોજગારી પૂરું પાડે છે.

CVC વિશે માહિતી

CVC એ વિશ્વભરના અગ્રણી રોકાણકારો માટે પ્રાઇવેટ ઇક્વિટી અને અન્ય રોકાણ વ્યવસ્થાપન ક્ષેત્રે અગ્રણી સંસ્થા છે, જે €200 બિલિયનથી વધુ મૂડીનું સંચાલન કરે છે. CVC વિવિધ ક્ષેત્રોમાં રોકાણ અને વ્યૂહરચનાઓ દ્વારા અનેક કંપનીઓ સાથે જોડાયેલા છે.

ગુજરાત ટાઇટન્સ – યુવા અને શક્તિશાળી ટીમ

2022માં સ્થાપિત, ગુજરાત ટાઇટન્સ એ IPL ની નવી ફ્રેન્ચાઇઝીઓમાંની એક છે. પ્રથમ જ સિઝનમાં તેણે IPL ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ટીમના કેપ્ટન શુભમન ગીલ અને હેડ કોચ આશીષ નહેરાની આગેવાની હેઠળ, ગુજરાત ટાઇટન્સ પોતાને એક શક્તિશાળી ટીમ તરીકે સ્થાપિત કરી રહી છે. ટીમનું હોમ ગ્રાઉન્ડ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે, જે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે.

ટોરેન્ટ ગ્રૂપ અને ગુજરાત ટાઇટન્સ માટે આ નવો સંયોગ ફ્રેન્ચાઇઝી માટે ઉન્નતિનો માર્ગ ખુલ્લો કરશે અને ગુજરાત ટાઇટન્સના ભવિષ્યને વધુ મજબૂત બનાવશે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img