0.9 C
London
Saturday, November 22, 2025

261 ASIs Of The State Promoted To PSI : રાજ્યના 261 ASIને PSI તરીકે બઢતી: ખાતાકીય પરીક્ષાનું પરિણામ જાહેર, નવા નિમણૂંક ઓર્ડર બહાર

261 ASIs Of The State Promoted To PSI : રાજ્યના 261 ASIને PSI તરીકે બઢતી: ખાતાકીય પરીક્ષાનું પરિણામ જાહેર, નવા નિમણૂંક ઓર્ડર બહાર

261 ASIs Of The State Promoted To PSI : ગુજરાત પોલીસ વિભાગમાં ખાતાકીય બઢતીની પ્રક્રિયા અંતર્ગત 261 સહાયક પોલીસ ઈન્સ્પેક્ટર (ASI)ને પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) તરીકે બઢતી આપવામાં આવી છે. PSI બિનહથિયારધારી વર્ગ-3ની ખાલી જગ્યાઓ ભરવા માટે યોજાયેલી ખાતાકીય પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ આ નિમણૂક ઓર્ડર આપવામાં આવ્યા છે.

15 મહિનામાં 7031 કર્મચારીઓને બઢતી

છેલ્લા 15 મહિનામાં રાજ્યના પોલીસ વિભાગમાં વિવિધ હોદ્દાઓ પર કુલ 7031 કર્મચારીઓની બઢતી કરવામાં આવી છે. વર્ષ 2024 દરમિયાન 6770 કર્મચારીઓને બઢતી મળ્યા બાદ, હવે 261 ASIને PSI તરીકે બઢતી આપવામાં આવતા તેમનાં પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાત પોલીસ વિભાગમાં 2024ની બઢતી વિગતો:

PSI થી PI: 341

ASI થી PSI: 397

Head Constable થી ASI: 2445

Constable થી Head Constable: 3356

Clerical Staff: 231

2025ના વર્ષમાં, 3 એપ્રિલના રોજ, વધુ 261 ASIને PSI તરીકે બઢતી આપવામાં આવી છે. આ નવી બઢતીથી પોલીસ વિભાગમાં ઉત્સાહનું માહોલ છે અને કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થશે.

261 ASIs Of The State Promoted To PSI

IPS, DySP અને PIની બદલીની શક્યતા

સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે રાજ્ય સરકારે જુદા જુદા હોડ્દેદારોની ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હાથ ધરી છે. વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ, બઢતીની આ પ્રક્રિયા અમલમાં મૂકી છે.

261 ASIs Of The State Promoted To PSI

આગામી દિવસોમાં, PI, DySP અને IPS અધિકારીઓની બદલી પણ શક્ય હોવાનું માનવામાં આવે છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલમાં ઇન્ચાર્જ અધિકારીઓ દ્વારા કામગીરી ચાલી રહી છે, જેને સંપૂર્ણ સમયગાળાની નિમણૂક દ્વારા સ્થિર કરવામાં આવશે. આઈપીએસ અધિકારીઓ માટે પણ મોટા બદલીના લિસ્ટની ચર્ચા પોલીસ વિભાગમાં ચાલી રહી છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img